દબાણ હટાવ શાખાની તારીખ ૨૫/૦૭/૨૦૨૨ થી તારીખ: ૩૧/૦૭/૨૦૨૨ દરમ્યાનની કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૫/૦૭/૨૦૨૨ થી ૩૧/૦૭/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે, રસ્તા પર નડતર ૧૫ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર PGVCL ઑફીસ પાસે, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક,ગાયત્રીનગર, આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, કૃષ્ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૧૬૫ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જ્યુબીલી, નુતન નગર રોડ, અયોધ્યા ચોક, મવડી મેઈન રોડ, એસ્ટ્રોન નાલા પાસે, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્પીટલ ચોક, રેલવે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, શાસ્ત્રી મેદાન, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૬૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ રૂ.૩૩,૦૦૦/- વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ, પેલેસ રોડ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો. રૂ.૮૯,૧૫૫/- મંડપ ચાર્જ જે  રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૯૦ બોર્ડ-બેનરો જે કોઠારીયા રોડ, સોરઠીયાવાડી પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment