હિન્દ ન્યુઝ, ગોંડલ
સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અંતર્ગત “ ઇ – એફ.આઇ.આર ” (eFIR ) સેવાની પ્રચાર – પ્રસાર અને પ્રસિધ્ધી માટે જસદણ પોલીસ ટીમ દ્રારા જસદણ સ્થિત મોડેલ સ્કુલ ખાતે સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું . ગઇ તારીખ ૨૩/૦૭/૨૦૨૨ , શનિવાર ના રોજ ગાંધીનગર ખાતે ભારતના માનનીય ગૃહમંત્રી અમિતશાહ ના વરદ હસ્તે તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી ના પ્રેરક ઉપસ્થિતીમાં સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અંતર્ગત ઇ એફ.આઇ.આર (eFIR ) સેવાનો શુભારંભ કરેલ કરવામાં આવેલ છે ઇ – એફ.આઇ.આર (eFIR ) સેવાથી આમ જનાતા માહિતગાર થાય મહત્તમ લાભ મેળવી ઉપયોગ કરી શકે , તે હેતુથી રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સેમીનારનુ આયોજન કરવા માર્ગદર્શન આપેલ હોય જેમના માર્ગદર્શન હેઠળ આજરોજ જસદણ કમળાપુર રોડ સ્થિત મોડેલ સ્કુલમાં સવારના આગ્યાર કલાકે ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક , પી.એ.ઝાલા સાહેબની અધ્યક્ષતામાં ” ઇ એફ.આઇ.આર ” (eFIR ) સેમીનારનુ આયોજન કરવામા આવેલ હતુ .
જેમા જસદણ મોડેલ સ્કુલના વિધાર્થીઓ તથા મોટી સંખ્યામાં જસદણ શહેર તથા આજુબાજુ ગામોના આગેવાનો તથા જસદણના પોલીસ કર્મચારીઓ હાજર રહેલ હતા (eFIR ) ની પ્રોજેક્ટરમાં પ્રેઝન્ટેશન બતાવી માહિતગાર કરવામાં આવેલ હતા તેમજ ગુજરાત સરકારનો સારો એવો અભિગમ છે . ગુજરાત સરકારની તથા ગુજરાત પોલીસના આ નવતર પ્રયોગને પબ્લીકે સારી એવી પ્રશંસા કરી પ્રતિસાદ આપેલ હતો .
બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ