વારાહી ગૌ શાળા નો નિર્ણય, હાલ નવા પશુઓ નહિ સ્વીકારે, લંપી નું સંક્રમણ ના ફેલાઇ તે હેતુથી લેવાયો નિર્ણય

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે ગૌધન સ્વીકારવાની મનાઈ કરવામાં આવી. અત્યારે લંમ્પી વાયરસે જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે જ્યારે સાંતલપુર તાલુકામાં લંપી વાયરસના ૮૦ કેસથી પણ વધારે કેસ સાતલપુર તાલુકામાં નોંધાયા છે તો તમામ પશુપાલકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

વારાહી ખાતે આવેલ ભીડ ભજન હનુમાનજી ગૌશાળામાં લંપી વાયરસને કારણે હાલના સમયમાં પશુઓ લેવામાં આવતા નથી તો રાધનપુર સાંતલપુર તાલુકાના તમામ લોકોને વારાહી ગૌશાળા ખાતે પશુ મૂકવા આવવા નહીં તેમજ વરસાદની સિઝન અને જગ્યા નો અભાવ હોવાથી અને લંપી જેવા વાયરસ ના કારણે પશુ સ્વીકારવામાં આવતા નથી એવો નિર્ણય વારાહી ગૌ શાળા એ લમ્પી વાયરસ સંક્રમણ ના ફેલાઇ તે હેતુ થી નિર્ણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment