સોમવારના વ્રત રહેનારી કુંવારિકાઓને ફરાળ વિતરણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

         પાવનધરા ગામ‌ દેવકાપડીની ભૂમિ પર બિરાજમાન દૂધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગામલોકો અને ભાવિક ભક્તો દ્વારા શિવપૂજન માટે અનુષ્ઠાન કરવામાં આવે છે. દર વર્ષે સોળ સોમવારના વ્રત કરનારી દીકરીઓ માટે સોળ સોમવારના વ્રતની વાર્તા સાંભળવાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગામના શાસ્ત્રી નિતીનભાઈ દવેજી દ્વારા વાર્તાપઠનનું આયોજન રાખવામાં આવ્યું છે. ગામમાંથી વ્રત રાખી વાર્તા સાંભળવા આવનાર તમામ દીકરીઓ તથા તમામ દર્શનાર્થીઓને દર વર્ષે હીંગળાજ કટલરી સ્ટોર્સ, દેવકાપડીવાળા જગદીશભાઈ મગનદાસ સાધુ તરફથી ફરાળનો નાસ્તો આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એમના તરફથી તમામને ફરાળ કરાવવામાં આવ્યું. આ સેવાકાર્યમાં જગદીશભાઈ ની સાથે એમના મિત્ર લીલાભાઈ ઠાકોર અને ખેતારામ સાધુ તથા ગામના અન્ય સેવાભાવી યુવાનો જોડાયા હતા.

રિપોર્ટર : ભાવેશ સાધુ, બનાસકાંઠા 

Related posts

Leave a Comment