બારડોલીનાં હિંડોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, બારડોલી

    કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હિંડોલીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું. તેમજ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે હિંડોલીયા ગામે THO બારડોલી ડો.પી.ડી.ફડસાણિયા, યોગેશભાઈ ડી ચૌધરી-હિંડોલીયા દુધ ડેરીના કારોભારીના સભ્ય, ચૌધરી મુકેન્દ્ર્ભાઈ એમ- સી.કા. માં.મ.પંચાયત પેટા વિભાગ બારડોલી, ગામના સરપંચ અને ઉપસરપંચ,ગામના તલાટી-કમ-મંત્રી, ગામના આગેવાનો, આરોગ્યનો સ્ટાફ, મુખ્ય સેવિકા કમળાબેન ચૌધરી, આંગણવાડી વર્કર,તેડાગર, શાળાનાં શિક્ષકો અને અન્ય વિભાગ ના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment