કચ્છમાં કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ ૨૧૧૬ આંગણવાડીઓ પુન:શરૂ કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ

                 ભારતમાં નોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ ટાળવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ-૨૦૨૦ થી લોકડાઉન લાગુ કરવામાં આવેલ હતું. જે અંતર્ગત રાજયના આંગણવાડી કેન્દ્રો તા. ૧૬ માર્ચ ૨૦૨૦ થી બંધ કરવા નિર્ણય લેવામાં આવેલ હાલમાં પ્રાથમિક શાળાઓનું શિક્ષણ શરૂ થયેલ હોઈ તથા નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતી જોતા હવે પછીથી જરૂરી સાવચેતીના પગલા સાથે આંગણવાડી કેન્દ્રો ખોલી શકાય તેવો નિર્ણય કરવામાં આવેલ છે . આથી તા. ૧૭/૦૨/૨૦૨૨ થી આંગણવાડી કેન્દ્રો નિયમિત ધોરણે શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે. આઈ.સી.ડી.એસ.ની તમામ પ્રવૃતિઓ સાથે આંગણવાડી કેન્દ્રો ખોલવા અને લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ.ની તમામ સેવાઓ આંગણવાડી કેન્દ્રો ખાતે આપવા તેમજ આ મુજબની ગાઈડલાઈનને તમામ એ કરવાની રહેશે. આંગણવાડી શરૂ કરતાં પહેલા દરેક આંગણવાડીના સંકુલમાં યોગ્ય સેનિટાઈઝેશન કરવામાં આવે, સ્વચ્છતા-સફાઈ સુવિધા અને હાથ ધોવા માટે હેન્ડ વોશસાબુની ઉપલબ્ધિ વગેરે વ્યવસ્થા સુનિશ્ચિત કર્યાબાદ આંગણવાડી શરૂ કરવાની રહેશે, આંગણવાડીમાં તેમજ અવરજવર વપરાશની તમામ જગ્યાઓ સમયાંતરે સેનિટાઈઝ કરવાની રહેશે, આંગણવાડીના તમામ લાભાર્થીઓ માસ્કનો ઉપયોગ કરે, સેનિટાઈઝર/સાબુનો સમયે સમયે ઉપયોગ કરે, સમયે- સમયે (જેમ કે જમ્યા પહેલા, શૌચાલય બાદ, અન્ય વ્યક્તિ કે વસ્તુના સંપર્ક બાદ) હાથ ધોવામાં હેન્ડ વોસસાબુનો ઉપયોગ કરે, બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવે વગેરે બાબતોનું પાલન થાય તેની કાળજી રાખવાની રહેશે, જ્યાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હોય ત્યાં ઓનલાઇન પુર્વ પ્રાથમિક શિક્ષણ સેટેલાઇટ પ્રસારણનો ઉપયોગ અને મોબાઇલ નેટવર્ક દ્વારા શીખવવાની સામગ્રી પહોચાડવાની બાબતને ઉત્તેજન આપવાનું રહેશે, સંમત હોય તેવા માતા-પિતા/વાલી પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલે તે સુનિશ્ચિત કરવું, કોવિડ- ૧૯થી બચવા માટે ઉચિત સંદેશાઓ (જેવા કે સામાજીક અંતર જાળવવાની ભલામણ, માસ્કનો ઉપયોગ, હાથ ધોવા, સેનીટાઇઝેશન, કોવિડના લક્ષણોની ઓળખ, આરોગ્યની સંભાળ વગેરે ) આંગણવાડી કેંદ્રની અંદર અને બહાર યોગ્ય જ્ગ્યાએ દર્શાવવા જોઇએ, ૬૫ વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ અને સંલગ્ન બિમારીઓ ધરાવતી વ્યક્તિએ આંગણવાડી કેંદ્રની મુલાકાત લેવી નહિ, સગર્ભા માતાઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોને માત્રને માત્ર આવશ્યક કામ અને આરોગ્યના હેતુથી આંગણવાડી કેંદ્રની મુલાકાત કરવી જોઇએ, રાજય સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મુલાકાત દરમ્યાન મમતા દિવસે અને વિતરણની કામગીરી કરતી વખતે યોગ્ય સામાજિક અંતર અને સ્વચ્છતાના ધોરણો જળવાવા જોઈએ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન મુજબ મમતા દિવસ (વી.એચ.એસ.એન.ડી.) દરમ્યાન અથવા ગૃહ મુલાકાત દરમિયાન વૃધ્ધિ નિરિક્ષણ સેવાઓ પણ હાથ ધરી શકાય છે, આ દરમ્યાન હાથની સ્વચ્છતા, વજનના સાધનોનું સેનિટાઈઝેશન અને અન્ય કોવિડ પ્રોટોકોલની ખાત્રી કરવાની રહે છે, અતિ ઓછા વજનવાળા બાળકો, જોખમી સગર્ભા અને ધાત્રી માતાઓની સઘન દેખરેખ રાખવી, સમુદાય આધારિત કાર્યક્રમો (સી.બી.ઈ.) તમામ પ્રકારના કોવીડ-૧૯ પ્રોટોકોલને અનુસરીને અથવા વર્ચ્યુઅલ રીતે ઓડિઓ-વિડિઓ માધ્યમ દ્વારા ટૂંકા ગાળા માટે નાના જૂથોમાં વ્યક્તિગત રૂપે ગોઠવી શકાય છે, કોરોના દર્દીની ઓળખ થયા પછીનો પ્રોટોફલ કોઈપણ બાળક અથવા પુખ્ત વયની વ્યક્તિને કોરોનાના કોઈપણ લક્ષણો જણાય તો તેઓને તાત્કાલિક તેમના ઘરે મોકલી દેવા જોઈએ, આંગણવાડી કાર્યકર/આંગણવાડી તેડાગરે આશા કાર્યકર/નર્સ/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા અન્ય આરોગ્ય સુવિધામાં સ્થાનિક સ્તરેથી નક્કી થયા મુજબ તેઓના વિશે જાણ કરવી જોઈએ, જો કોઈ પોઝીટીવ જાહેર થયેલ કોવિડ દર્દી આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરે છે તો વહીવટી તંત્રએ નક્કી કરેલ ધારા-ધોરણો મુજબ તેઓના સહયોગથી ફરીથી સેનેટાઈઝેશન કરવું જોઈએ . જે લોકો કોવિડ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેમને પોતાને અલગ ( આઈસોલેટ ) થવા અને કોરોનાના કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય સુવિધાને જાણ કરવા જણાવવું એમ મહીલા અને બાળવિકાસ આઇ.સી.ડી.એસ. મદદનીશ નિયામાકના પત્ર મુજબ કચ્છ જિલ્લામાં ૨૧૧૬ આંગણવાડીનો પ્રારંભ કરાઇ છે એમ જીલ્લા પ્રોગામ ઓફિસરશ્રી ઇરાબેન ચૌહાણ દ્વારા જણાવાયું છે

Related posts

Leave a Comment