વૈશ્વિક મહામારી કોરોના બાદ તા. ૧૭-૨-૨૨થી પુન:આંગણવાડી શરૂ

હિન્દ ન્યુઝ, ભુજ

            વૈશ્વિક મહામારી કોરોના બાદ તા. ૧૭-૨-૨૨થી પુન:આંગણવાડી શરૂ થતાં કચ્છની વર્કર બહેનની લાગણી હૃદયના ઉદ્દગારમાં વ્યક્ત થઇ છે. આજરોજ અચાનક જ બે વર્ષ થી બંધ પડેલા બાલમંદિર રૂપી મંદિરોના દ્વાર બાળકો માટે ખુલ્યા.. નો અદભૂત આનંદ શબ્દોમાં ના વર્ણવી શકાય.. કારણ એ અમારા મંદિરોના ભગવાન રૂપી બાળકો.. વિનાના સુના મંદિરો આજે કલરવથી ગુંજી ઉઠશે…. ચારેબાજુ થી માતાઓના આનંદ નો પાર ન રહ્યો….બાળકો સાથે મસ્તી કરવાનો મારો સમય મને પાછો મળ્યો છે ત્યારે અનેક સવાલો મારા મનમાં ઉભા થયા છે!!!!…કાલે સવારે બાળકો ને હું કઈ રીતે આવકારું ?? કેમ કરીને એનું સ્વાગત કરું?… ચોકલેટ આપું કે ફ્રુટ ??… ભેટ સ્વરૂપે પેન્સિલ આપું કે કલર ???… બાળકોને બાથ માં ભીડી લઉં કે ખુશીથી એમની સાથે ઝૂમી લઉં.???… ફૂલડાં લઉં કે સાકર એવા કંઇક કેટલાય વિચારો મને ઊંઘવા પણ નથી દેતાં ત્યારે …આ એક કાર્યકર રૂપી યશોદા માતાની કલમ અંધકારમાં જ ઉપડી ગઈ અને લખાય ગયો મારા બાલુડા બાળકો સાથે નો અનહદ લાગણી નો પ્રસંગ….. ઘરે પ્રસંગ ની તૈયારી હોય …એવી અનેક ગડમથલ ચાલી રહી છે મારા મનમાં. … મારા જ બાળકોને આવકારવા…… કારણ કે જેના થકી મારી ઓળખ છતી થઇ છે એવા મારા નિર્દોષ નાના ભૂલકાઓ છેલ્લા બે વર્ષથી… મારાથી દૂર થયા છે એને મળવાનો અદભૂત આનંદ મારા મનમાં અત્યારે છલકી રહ્યો છે.. જેનું વર્ણન કરતાં મારું મન અટક્યું નઈ… અને લખાઈ ગયું એક લાંબા…… ભૂતકાળ પછીનું વર્તમાન……… જે છે મારા આંગણવાડી ના બાળકો પ્રત્યેનો લગાવ…… આ શબ્દો છે આંગણવાડી કાર્યકર ગુંસાઈ શ્રીયા કે અને નેહલબેન વિ વાળાના

Related posts

Leave a Comment