વિશ્વના સૌથી મોટાં હર ઘર તિરંગા અભિયાનમાં પ્રબળ દેશભક્તિ સાથે જોડાવા માટે આહવાન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિશ્વના સૌથી મોટા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પ્રબળ ઈચ્છા શક્તિથી જોડાવા માટે આહવાન કર્યું છે. મંત્રી વાઘાણીએ કહ્યું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશ જ્યારે એક બન્યો છે, ત્યારે તમામ ગુજરાતીઓ એક બનીને અનેકવિધ કાર્યક્રમો દ્વારા જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયને ભૂલીને માં ભારતીના ગૌરવના અવસર એવાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાય. ભારતની આ પવિત્ર ભૂમિનું એક પણ સ્થળ એવું ન રહેવું જોઈએ કે, જ્યાં તા.૧૩ થી ૧૫…

Read More

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું સમાજ અનુકરણીય એક સ્તુત્ય કદમ

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમાજ અનુકરણીય એક સ્તૃત્ય કદમ ઉઠાવતાં તેમણે પાલક પિતા તરીકે ઉછેરેલી દીકરી પૂનમને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેમના દીકરાને હાથે રક્ષા બંધાવીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. એક પિતા અને એક ભાઈ પોતાની દીકરી કે બહેનને જે લાડકોડથી તહેવારના દિવસે પોતાના ઘરે બોલાવીને માન-સન્માન આપે, એ જ રીતે દત્તક લીધેલી દીકરી પૂનમને જમાઈ પારસ સાથે બોલાવીને આનંદભર્યા વાતાવરણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી શિક્ષણ મંત્રીએ તેમના કુટુંબના સભ્યો સાથે કરી હતી. શિક્ષણ મંત્રીનું આ સંવેદનશીલ કદમ અને તેમના આ સમાજ અનુકરણીય કાર્ય માટે હું વંદન કરું…

Read More

ઓલપાડ ખાતે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા યોજાઇ

હિન્દ ન્યુઝ, સુરત  આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ ઓલપાડ તાલુકા મથકેના સર્કીટ હાઉસથી મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય સુધી તિરંગા યાત્રામાં યોજાઈ હતી. આ તિરંગા પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો પગપાળા ચાલીને સહભાગી થયા હતા. સૌએ તિરંગો લહેરાવી હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે તિરંગા પદયાત્રાઓ યોજાઈ રહી છે. યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ પોતાની સ્વબચતથી…

Read More

તરસાડીમાં સરદારબાગથી દાદરી ફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, માંગરોળ         માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકા દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તરસાડીના દાદરીફળિયા ખાતે આદિવાસીના મસીહા ભગવાન બિરસા મુંડાજીની ભવ્ય પ્રતિમાનું આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે અનાવરણ તેમજ તરસાડીમાં ‘તિરંગા સર્કલ’નું ખાતમૂહુર્ત અને રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ભગવાન બિરસા મુંડા બાળ ઉદ્યાનનું લોકાપર્ણ કરાયું હતું. સાથોસાથ તરસાડીમાં સરદારબાગથી દાદરીફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા. મંત્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે,…

Read More

સુરતની ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ દ્વારા ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ, ભવ્ય તિરંગાયાત્રામાં વર્ચ્યુલી જોડાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

હિન્દ ન્યુઝ, સુરત સુરતના રિંગ રોડ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ દ્વારા આયોજિત ભવ્ય તિરંગાયાત્રામાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારતના ત્રિરંગામાં માત્ર ત્રણ જ રંગો નથી, પરંતુ તે દેશના ગૌરવશાળી ભૂતકાળ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યના આપણા સપનાનું પ્રતિબિંબ છે. આપણો ત્રિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતિક છે. તિરંગા યાત્રાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આપણો રાષ્ટ્રધ્વજ દેશના કાપડ ઉદ્યોગ, ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતિક છે. સુરતે હંમેશા કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કર્યો છે. વડાપ્રધાનએ સુરતીઓ અને વિશેષત: કાપડ ઉદ્યોગકારોની સરાહના કરતા…

Read More

નર્સિંગ એસોસિએશન દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા સૌપ્રથમવાર ‘તા.૯મી ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ પરિસરમાં કેક કાપીને તેમજ પુષ્પઅર્પણ કરીને આ પ્રકારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌએ પરસ્પરને શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને સૌએ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર નર્સિંગ સ્ટાફે કોવિડ મહામારીમાં પરિવારથી દૂર રહીને જીવના જોખમે કોવિડ દર્દીઓ તેમજ આમ નાગરિકો માટે આરોગ્ય સેવા બજાવી છે, જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી…

Read More

ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભરૂચ સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ ધ્‍વારા દર વર્ષે ૯ મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાતના અનુસંધાને આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભરૂચ જિલ્લાના વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ આદિવાસી સાંસ્‍કૃત્તિક કલામંડળો, વિદ્યાર્થીઓએ પરંપરાગત આદિવાસી નૃત્‍યો, વેશભૂષા અને ઢોલ નગારાની સંગીતમય સૂરાવલીઓ સાથે મહાનુભાવોનું ઉમળકાભેર સ્‍વાગત કર્યું હતું. આ વેળાએ વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત ટુંકી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ…

Read More

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વરદહસ્તે જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન

હિન્દ ન્યુઝ,સુરત ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક આખા વિશ્વમાં ગુજરાત સહિત જંબુસરનું નામ રોશન કરશે ઝીંગાના બીજ માટે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા વેપારીઓને મોટી રાહત થશે: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ઝીંગા ઉછેર વ્યવસાયમાં ભરૂચ જિલ્લામાં ઘરઆંગણે ઝીંગા બીજ ઉપલબ્ધ બનશે કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ પવિત્ર શ્રાવણ માસની તેમજ મહોરમના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માત્ર પ્લાન્ટ ધરાવતા વૈષ્ણવી એકવાટેક…

Read More

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી- કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી

હિન્દ ન્યુઝ, સુરત પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય મંત્રી રૂપાલા સ્તંભેશ્વર તીર્થના વિકાસથી કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા પ્રભાવિત  પવિત્ર શ્રાવણ માસમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના પૂજન અર્ચન અને દર્શન કરી શિવજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે સ્તંભેશ્વર આશ્રમના વિદ્યાનંદજી મહારાજે મંત્રી પરશોત્તમ રૂપાલાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે સ્તંભેશ્વર મહાદેવના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વની જાણકારી આપી હતી. પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય…

Read More

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા  રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને સ્થળ પર ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા  રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને ૮૦ ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારીયા મેઇન રોડ, વાણિયાવાડી મેઇન રોડ, સહકાર મેઇન રોડ, ગાયત્રી નગર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૭ પેઢીની ચકાસણી દરમિયાન ૦૮ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતી સિલ્વર ફોઈલ વાળી મીઠાઇ, કાજુ કતરી, પેંડા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.   (૧) જલારામ પેટીસ (૨)મુરલીધર પેટીસ (૩)સમર્પણ પેટીસ (૪)શક્તિ વિજય ફરસાણ (૫)જલારામ ડેરી ફાર્મ (પેટીસ) (૬)શ્રી અશોક ડેરી ફાર્મ /…

Read More