શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું સમાજ અનુકરણીય એક સ્તુત્ય કદમ

હિન્દ ન્યુઝ, ભાવનગર

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમાજ અનુકરણીય એક સ્તૃત્ય કદમ ઉઠાવતાં તેમણે પાલક પિતા તરીકે ઉછેરેલી દીકરી પૂનમને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેમના દીકરાને હાથે રક્ષા બંધાવીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી.

એક પિતા અને એક ભાઈ પોતાની દીકરી કે બહેનને જે લાડકોડથી તહેવારના દિવસે પોતાના ઘરે બોલાવીને માન-સન્માન આપે, એ જ રીતે દત્તક લીધેલી દીકરી પૂનમને જમાઈ પારસ સાથે બોલાવીને આનંદભર્યા વાતાવરણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી શિક્ષણ મંત્રીએ તેમના કુટુંબના સભ્યો સાથે કરી હતી.

શિક્ષણ મંત્રીનું આ સંવેદનશીલ કદમ અને તેમના આ સમાજ અનુકરણીય કાર્ય માટે હું વંદન કરું છું તેમ ભાવનગર શહેર સંગઠન મહામંત્રી અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું.

દીકરી પૂનમ અને જમાઈ પારસ પાસે પણ આ અવસરને વ્યક્ત કરવાના શબ્દો ન હતાં, અને તેમના ચહેરા પરની ખુશી અને આંખોમાં ભરાઈ આવેલા અશ્રુ એ વાતની ગવાહી આપતાં હતાં કે, શિક્ષણ મંત્રીએ એક ઋણાનુબંધથી જે કાર્ય કર્યું છે તેવું એક સગા પિતા કે એક સગો ભાઈ પણ ન કરી શકે, તેમ જણાવી પોતાનો હરખ અને આનંદ વ્યસ્ત કર્યો હતો.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment