ત્રણ દિવસની વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એલર્ટ

હિન્દ ન્યુઝ, સુરત ગુજરાતરાજ્યમાં હવામાન ખાતાની ત્રણ દિવસની વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એલર્ટ અપાઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં અને ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વધારે પડવાથી અને હથનુર ડેમમાંથી આવતું પાણીના લીધે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે હથનું ડેમમાંથી અંદાજિત 2,85,000 ક્યુસેક પાણી પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે ત્યારે ઉકાઈ ડેમમાંથી 1,75,000 યુ સેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેના લીધે તાપી નદી સુરત શહેરમાં થઈને પસાર થતી હોવાથી સુરત શહેરના કતારગામ થી રાંદેર જતા…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત તા.૧૩ ઓગસ્ટના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા અદાલત ગીર સોમનાથ તેમજ તાબા હેઠળની તમામ કોર્ટોમાં તા. ૧૩/૦૮/૨૦૨૨ ના રોજ નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું છે.     જેમા નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયના અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન, નેગોસિયેબલ ઈન્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમેલી કેસો, મહેસૂલના કેસો, ભરણ પોષણના કેસો, એલ.આર.સી., હિન્દુ લગ્ન ધારો, મુસ્લિમ લગ્નધારો, ભાડાના કેસો,…

Read More

મણાર કન્યા પ્રાથમિક શાળા ખાતે ડિઝિટલ બોર્ડનું લોકાર્પણ કરતાં મંત્રી આર. સી. મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરનાં તળાજા તાલુકાના મણાર ખાતે આવેલી કન્યા પ્રાથમિક શાળામાં ડિઝિટલ બોર્ડનું લોકાર્પણ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણાના દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી એ શાળાનાં ડિઝિટલ કલાસ રૂમ અને કોમ્યુટર લેબ ની મુલાકાત લીધી હતી અને શાળામાં તૈયાર થનાર લાઇબ્રેરીની પણ મુલાકાત લઈ કામગીરીથી પ્રભાવિત થયાં હતા. શાળાને ગામ લોકો તથા ટ્રસ્ટની મદદથી પ્રાપ્ત થયેલ ડિઝિટલ બોર્ડનું લોકાર્પણ કરી મંત્રીશ્રીએ હર ઘર ત્રિરંગાનો સંદેશ આપ્યો હતો મંત્રી એ શાળાનાં પૂર્વ શિક્ષક શ્રી કાંતિભાઈએ લાઇબ્રેરી બનાવવા માટે આપેલ સહયોગ થી તેમની કામગીરીને…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાના 73 મા વન મહોત્સવની તળાજાના મણાર ખાતે ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગરનો જિલ્લા કક્ષાનો 73મો વન મહોત્સવ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણાના અધ્યક્ષસ્થાને તળાજા તાલુકાના મણાર ગામ ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્યુ હતુ કે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમોની આગવી કેડી કંડારીને રાજ્યનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો હતો. તેમણે વિકાસના અન્ય તમામ ક્ષેત્રોની સાથે પર્યાવરણની જાળવણીની નેમ સેવીને વન મહોત્સવને લોકભોગ્ય બનાવ્યો હતો. નરેન્દ્રભાઈની પ્રેરણાથી દર વર્ષે વન મહોત્સવ જન ભાગીદારી સાથે ગુજરાતમાં તમામ જિલ્લામાં વૃક્ષોનું વાવેતર શરૂ થયું અને…

Read More

મહુવા તાલુકાના રોજકી જળાશયમાં પાણીની આવક વધતાં ૦.૦૨ મીટર દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રોજકી જળાશયમાં વરસાદની આવક વધતા અગાઉનો ઓવરફ્લો 0 (શૂન્ય)હતો. તેમાં આજના ૧૧-૦૦ કલાકે વધારો કરવામાં આવતાં. હવે ઓવરફ્લો ૦.૦૨ મીટર થયો છે. આથી આ જળાશયના નિચાણવાળા ભાગમાં આવતાં ગામ ગોરસ, જાદરા નાના, કુંભણ, લખુપુરા, મહુવા, સાંગણીયા, તાવેડા, ઉમણીયાવદરના લોકોએ સલામત સ્થળે ખસી જવા અને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જળાશયમાં હાલનું પાણીનું સ્તર ૯૯.૦૭૫ મીટર છે તથા પુર પ્રવાહ ૩.૮૦ ક્યુસેક્સ છે તેમ ડ્યુટી ઓફિસર, ફ્લડ કંટ્રોલ સેલ, ભાવનગર સિંચાઈ યોજના વર્તુળની યાદીમાં જણાવાયું છે. બ્યુરો ચીફ (ભાવનગર) :…

Read More

બોટાદ જિલ્લાની રેફડા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનના આહ્વાનને લઈને તમામ લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાની શાળાઓમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. બોટાદ જિલ્લાની શાળાઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ છે. ત્યારે બોટાદ જિલ્લાની રેફડા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારાના નાદ સાથે વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજ્યો હતો.જેમા મોટી સંખ્યામાં…

Read More

બોટાદ ખાતે તા.૧૨ ઓગસ્ટના રોજ ૭૩ મો વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ૭૩ મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સ્થિત શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર, હરણકુઈ, બોટાદ ખાતે તા.૧૨-૦૮-૨૦૨૨ ને સવારના ૦૯-૦૦ કલાકે માન. રા. ક. મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અધ્યક્ષ વિનોદભાઈ મોરડીયા ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે તથા અતિથિ વિશેષમાં વન સંરક્ષક મુકેશ કુમાર ઉપસ્થિત રહેશે.બોટાદ ખાતે યોજાનાર આ વન મહોત્સવની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોડેલ સ્કૂલ, માનવડ પાલિતાણા ખાતે સિંહ દિવસ પર વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા ખાતે આવેલી મોડેલ સ્કૂલ, માનવડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પંદર દિવસીય ઉજવણીનાં આઠમા મણકાના ભાગરૂપે પક્ષીપ્રેમી સર્જક – એવાં પ્રવીણભાઇ સરવૈયા દ્વારા સિંહ વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રવીણભાઇ સરવૈયાએ પ્રકૃતિ કાવ્યોની રસાળ પ્રસ્તુતિ સાથે સિંહની આદત, ખોરાક, રહેઠાણ, સંવર્ધન, મહત્વ વગેરેની રસપ્રદ વાતો બાળકો વચ્ચે વહેંચી હતી. આ પ્રસંગે સરવૈયા સાહેબે મોડેલ સ્કૂલ, માનવડને ‘આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી તેની પ્રશંસા કરી હતી. તેમણે શાળાને બાળકો માટે ભવિષ્યમાં પણ આ પ્રકારનાં સરસ આયોજનો કરતાં…

Read More

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, મણાર ખાતે સ્વ. મૃદુલાબેન પ્ર. મહેતા પ્રેરિત પંડિત સુખલાલજી સ્મારક વ્યાખ્યાનમાળા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા, મણાર ખાતે પંડિત સુખલાલજી સ્મારક વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેળવણીકાર અને લેખક ભદ્રાયુ વછરાજાનીએ સમૂહ જીવન સંદર્ભે વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે, કર્તવ્ય ભાવનાનો વિકાસ સમુદાયમાં જ થાય તેમ પંડિત સુખલાલજી ભારપૂર્વક કહેતાં હતાં. ભાવનગર જિલ્લાના બુનિયાદી શિક્ષણમાં અગ્રણી રહેલ મણાર સ્થિત શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં સ્વ. મૃદુલાબેન પ્ર. મહેતા પ્રેરિત પંડિત સુખલાલજી સ્મારક વ્યાખ્યાનમાળાનું છેલ્લાં ઘણાં વર્ષોથી આયોજન કરવામાં આવે છે. જેમાં આજે ૩૦માં મણકાનું વ્યાખ્યાન જાણીતા કેળવણીકાર લેખક શ્રી ભદ્રાયુ વછરાજાનીએ ‘વ્યક્તિગત પ્રસન્નતાનું પગેરું – સમૂહ જીવન’ વિષય પર આપ્યું હતું. શ્રી ભદ્રાયુ…

Read More

પાલીતાણા – લુવારવાવ રોડ ખાતે કોરોના કાળ બાદ આ વર્ષે પ્રજાપતિ સમાજ દ્વારા રવિવારે સમૂહ લગ્ન સમારોહ યોજાશે

હિન્દ ન્યુઝ, પાલીતાણા વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા ૨૧ મો સમૂહ લગ્ન સમારોહ આગામી તા. ૧૪ ઓગસ્ટને રવિવારે પાલીતાણા-લુવારવાવ રોડ, ઓમકારેશ્વર મંદિરની બાજુમાં પ્રજાપતિ સમાજની વાડી ખાતે ધામધૂમપૂર્વક યોજાશે. આ અવસરે મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા મંત્રી જીતુભાઈ વાઘાણી નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. લગ્ન સમારોહ દરમિયાન આઝાદીના ૭૫ માં વર્ષ નિમિત્તે નવદંપત્તિઓ દ્વારા આકર્ષક થીમ રજૂ કરવામાં આવશે. સામાજિક, રાજકીય તેમજ સંતો- મહંતોની ઉપસ્થિતિમાં ૩૩ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સત્તિધાર જગ્યાના મહંત પૂજ્ય વિજયબાપુ નવદંપતીઓને આશીર્વાદ વચન પાઠવશે. વાટલીયા પ્રજાપતિ સમાજ કલ્યાણ ટ્રસ્ટ આયોજિત દર વર્ષની માફક કોરોના કાળ બાદ આ…

Read More