હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રોજકી જળાશયમાં વરસાદની આવક વધતા અગાઉનો ઓવરફ્લો 0 (શૂન્ય)હતો. તેમાં આજના ૧૧-૦૦ કલાકે વધારો કરવામાં આવતાં. હવે ઓવરફ્લો ૦.૦૨ મીટર થયો છે.
આથી આ જળાશયના નિચાણવાળા ભાગમાં આવતાં ગામ ગોરસ, જાદરા નાના, કુંભણ, લખુપુરા, મહુવા, સાંગણીયા, તાવેડા, ઉમણીયાવદરના લોકોએ સલામત સ્થળે ખસી જવા અને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જળાશયમાં હાલનું પાણીનું સ્તર ૯૯.૦૭૫ મીટર છે તથા પુર પ્રવાહ ૩.૮૦ ક્યુસેક્સ છે તેમ ડ્યુટી ઓફિસર, ફ્લડ કંટ્રોલ સેલ, ભાવનગર સિંચાઈ યોજના વર્તુળની યાદીમાં જણાવાયું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી