બોટાદ જિલ્લાની રેફડા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી

હિન્દ ન્યુઝ, બોટાદ

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનના આહ્વાનને લઈને તમામ લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાની શાળાઓમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.

બોટાદ જિલ્લાની શાળાઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ છે. ત્યારે બોટાદ જિલ્લાની રેફડા પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસ અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ નગારાના નાદ સાથે વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજ્યો હતો.જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં તારીખ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ થશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ નાગરિકોના હ્રદયમાં દેશભક્તિની લાગણી જાગૃત કરવાનો તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપનારા દેશભક્તોને યાદ કરવાનો છે. આ અભિયાન હેઠળ રાજ્યની તમામ શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment