2 વર્ષ બાદ ધ્રાંગધ્રા નો ભાતીગળ લોકમેળો ખુલ્લો મુકવા માં આવ્યો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા કોરોનાના કપરા સમયમાં છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં લોકમેળો બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ ચાલુ વર્ષે પરિસ્થિતિ કાબુમાં હોવાના કારણે લોકમેળાનું આયોજન ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારની જનતા લોકમેળા નો આનંદ માણે તે માટે મેળો સ્થાપિત કરવામાં આવ્યું છે ત્યારે આજે આ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા , પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, જિલ્લા પોલીસવડા હરેશભાઈ દુધાત,જગદીશભાઈ મકવાણા, કલ્પનાબેન રાવલ, કિરીટસિંહ જાડેજા, કોર્પોરેટરો તથા સ્થાનિક…

Read More

ચુડમેર ગામે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ આજરોજ જન્માષ્ટમીનાપવિત્ર દિવસે થરાદ તાલુકાના ચુડમેર ગામે યુવાનો દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજાયો. બહોળા પ્રમાણમાં યુવાનો એકઠા થયા, કનૈયો બનાવ્યો અને ભવ્ય શોભા યાત્રા કાઢી મટકી ફોડ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ગામના વડીલો પણ હાજર રહ્યા. ભક્તોને પ્રસાદ વિતરણ કરી યુવાનોએ ભારતીય આગવી સંસ્કૃતિને જાળવી રાખવાના આ કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતે બધા યુવાનોએ એકઠા થઈને ભારતીય સંસ્કૃતિ મુજબ દેશી રમત ગમતનું આયોજન કર્યું. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Read More

નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા આયોજિત ‘દહી-હાંડી’ના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં આયોજિત ‘દહી હાંડી’ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને અને ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જણાવ્યું કે, આજે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટે સીધી જ ગ્રાન્ટ મળે છે જેને લીધે નાની સોસાયટીઓથી માંડીને મોટી સોસાયટીઓ અને ગલી, ખાંચા સુધી રોડ, રસ્તા, વીજળી, ગટર લાઈન સહિતની સુવિધાઓ સામાન્યથી મધ્યમ વર્ગના લોકો માટે પણ ઉપલબ્ધ બની છે.   જન્માષ્ટમી પર્વે ભાવનગર પશ્ચિમની જુદી- જુદી છ જગ્યાઓ પર દહીં- હાંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉત્સવમાં મુંબઇના…

Read More

પાલીતાણા તાલુકાના માનવડ ગામે વૃક્ષારોપણ અને રસ્તાનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા

હિન્દ ન્યૂઝ, ભાવનગર આપણા માતા-પિતા, દાદા-દાદી અને પૂર્વજોએ આપણને જે સંસ્કાર વારસો અને વિરાસતમાં આપી છે તેનું પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને આગળ વધીએ તેઓ અનુરોધ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માનવીયાએ કર્યો છે. પાલીતાણા તાલુકાના માનવડ ગામે યોજાયેલા વૃક્ષારોપણ અને રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે તેમણે જણાવ્યું કે, દેશ ફરી પ્રાકૃતિક ખેતી તરફ જ પાછો વળશે અને એની શરૂઆત થઈ જ ચૂકી છે. આપણે ખેતીથી થોડાં વિમુખ થયાં છીએ પણ એ બાબત ઠીક નથી, બદલાયેલી પદ્ધતિઓ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને પણ આપણે ખેતી કરવી જ પડશે અને એ ખેતી એ જ દુનિયાનો ઉદ્ધાર…

Read More