હિન્દ ન્યુઝ, થરાદ
આજરોજ જન્માષ્ટમીનાપવિત્ર દિવસે થરાદ તાલુકાના ચુડમેર ગામે યુવાનો દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજાયો. બહોળા પ્રમાણમાં યુવાનો એકઠા થયા, કનૈયો બનાવ્યો અને ભવ્ય શોભા યાત્રા કાઢી મટકી ફોડ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ગામના વડીલો પણ હાજર રહ્યા. ભક્તોને પ્રસાદ વિતરણ કરી યુવાનોએ ભારતીય આગવી સંસ્કૃતિને જાળવી રાખવાના આ કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમના અંતે બધા યુવાનોએ એકઠા થઈને ભારતીય સંસ્કૃતિ મુજબ દેશી રમત ગમતનું આયોજન કર્યું.
રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ