2 વર્ષ બાદ ધ્રાંગધ્રા નો ભાતીગળ લોકમેળો ખુલ્લો મુકવા માં આવ્યો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

કોરોનાના કપરા સમયમાં છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં લોકમેળો બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ ચાલુ વર્ષે પરિસ્થિતિ કાબુમાં હોવાના કારણે લોકમેળાનું આયોજન ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારની જનતા લોકમેળા નો આનંદ માણે તે માટે મેળો સ્થાપિત કરવામાં આવ્યું છે ત્યારે આજે આ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા , પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, જિલ્લા પોલીસવડા હરેશભાઈ દુધાત,જગદીશભાઈ મકવાણા, કલ્પનાબેન રાવલ, કિરીટસિંહ જાડેજા, કોર્પોરેટરો તથા સ્થાનિક પ્રશાસન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે ચાર દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બે વર્ષ બાદ મેળો ખુલ્લો મુકવામાં આવતા પ્રજા જનોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે બીજી તરફ 200થી વધુ પોલીસ કર્મચારીઓનો ચાર દિવસ સુધી સતત બંદોબસ્ત મેળામાં રહેશે અને કાયદાકીય વ્યવસ્થા જળવાય તેવા પ્રયાસો પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે ત્યારે વધુમાં નવીનતામાં પ્રથમ વખત બોડી વોર્ન કેમેરા સીસી કેમેરા થી સજ આ મેળો યોજવામાં આવશે કોઈપણ પ્રકારની કાયદાકીય બાબત ન સર્જાય તેવા પ્રયાસો પણ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે ત્યારે આ મેળો આજે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા, શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, જગદીશભાઈ મકવાણા, કલ્પનાબેન રાવલ, કિરીટસિંહ જાડેજા, વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે શહેરીજનો આ મેળાનો આનંદ માણે તેવી અપીલ નગરપાલિકા તંત્ર એ કરી છે. ત્યારે વધુમાં આ લોકમેળામાં રોજ સાંજે કલાકારોના કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment