ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લેતા મ્યુનિ. કમિશન આનંદ પટેલ, વિવિધ કામગીરીની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

         રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે નાનામવા ચોક ખાતે આવેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લીધી હતી. તેમણે ICCCના વિવિધ ફીચર્સની જાણકારી મેળવી તેના આધારે થતી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી.

         શહેરમાં વિવિધ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા ૯૭૦ જેટલા CCTV કેમેરાઓ મારફત ICCC દ્વારા થતા મોનીટરીંગ વિશે મ્યુનિ. કમિશનરએ જાણકારી મેળવી હતી. સાથોસાથ BRTS અને RRL ડેશબોર્ડ, વોટર સ્કાડા અને ડ્રેનેજ સ્કાડા, વિવિધ ચોકમાં કાર્યરત ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, GIS પોર્ટલ વિગેરેની કામગીરી વિશે મ્યુનિ. કમિશનરએ માહિતી મેળવી હતી.

ICCC ખાતે મ્યુનિ. કમિશનર આનંદ પટેલની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહેલ, RRLના ડે. જનરલ મેનેજર જયેશ કુકડિયા, આસી. કમિશનર જસ્મીન રાઠોડ, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે અને ડી.ઈ.ઈ. વેગડ વગેરે હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment