બોટાદ ખાતે રાજ્યમાં ફોજદારી કાયદાની જાણકારી માટે તાજેતરમાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ

નામ.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવીંદ કુમાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના એકઝીક્યુટિવ ચેરમેન આર.એમ.છાયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં સેશન્સ કેસો ચલાવતા પેનલ વકીલો ને ફોજદારી કાયદાની જાણકારી માટે તાજેતરમાં વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી જે.એમ.પંચાલ દ્વારા વિષયને અનુરૂપ કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. વેબીનારના અંતમાં પ્રશ્નોત્તરી રાખવામા આવેલ હતી જેમાં પેનલ વકીલો દ્વારા કાયદાકીય પ્રશ્નો પૂછવામાં આવેલ હતા અને સિનિયર ધારાશાસ્ત્રી જે.એમ. પંચાલ દ્વારા તેઓના પ્રશ્નો અંગે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ વેબીનારમાં ગરીબ, અભણ તેમજ પછાત વર્ગના લોકોને મફત અને સક્ષમ કાનૂની સહાય બાબતે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. લીગલ એઇડ પેનલ વકીલો માટે આ પ્રકારના વેબીનારનું આ સૌપ્રથમ વખત આયોજન નામ.ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ હતું. આ વેબીનાર થકી સેશન્સ કેસો ચલાવતા પેનલ વકીલોને કેસો ચલાવવા માટે જરૂરી ઘણી બધી કાયદાકીય જાણકારી મળેલ હતી.આ વેબીનારમાં બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ વકીલઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment