હિન્દ ન્યુઝ, બોટાદ
આંતકવાદ / ત્રાસવાદી તત્વો બહારના રાજ્યો કે દેશ બહારથી આવતા હોય છે અને રહેણાંક, વાડી, ખેતરના રહેણાંક, ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, દુકાન, ઓફીસ, એકમો ભાડે રાખી રહેતા હોય છે. તેમજ વિસ્તારનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી ઔદ્યોગિક વિસ્તારમાં મકાન, એકમો ભાડે આપતા માલિકો તથા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં રહેણાંક, વાડી, ખેતરના રહેણાંક ઉપર થોડાક નિયત્રંણો મુકવા, દેશની સુરક્ષા તથા સ્થાનિક લોકોની જાન માલની સુરક્ષા પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યાઅ પ્રમાણે બોટાદ જિલ્લા વિસ્તારમાં મકાન/દુકાન/ઓફીસના માલિકો/ ઔદ્યોગિક એકમોના સંચાલકો અગરતો આ માટે સંચાલકોએ ખાસ સત્તા આપેલ વ્યકિત ભાડે આપેલ છે તેવા સંચાલકોએ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના રહેણાંક, વાડી તથા ખેતરના રહેણાંકના માલિકોએ તેમજ મકાનો/બંગલાઓ, અન્ય રહેણાંકો મકાનો/સ્થાયી મિલકતો ભાડે આપે અથવા અન્ય કોઈ રીતે હસ્તાંતરણ કરે તે મિલકતની માહિતી સમિતી/સોસાયટી/કમીટી રચાઈ હોય તો તેના પ્રમુખ/ચેરમેન/સેક્રેટરીએ તેમજ સમિતી ન રચાઈ હોય તો જે તે મિલક્તના માલિક/કબ્જેદાર/કર્તાહર્તાએ માલિકનું નામ તથા સરનામું, ટેલિફોન નં, મિલકતનો કબજો સુપ્રત કરતા હોય તો જાત તપાસ કરવી આવશ્યક છે, સીંગલ યુવક યુવતીઓને મિલકત ભાડે આપો ત્યારે વાલીના સંમતિપત્ર મેળવવાનું રહેશે. તે આ સાથે સામેલ કરવાનું રહેશે, ભાડે રાખનારે તેમનું ડ્રાઈવિંગ લાઈસન્સ/પાનકાર્ડ/આધારકાર્ડ કંપનીનો લેટરપેડ રજુ કરવાનો રહેશે, જુના ભાડુઆતો કે જે હાલ ભાડુઆત તરીકે ચાલુ હોય તેમના સબંધમાં પણ ફોર્મ ભરવાનું રહેશે અને તે ભરવાની જવાબદારી ભાડૂઆતની રહેશે, આ સાથે જરૂરી સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રેમેન્ટની નોટરી કરેલ ઝેરોક્ષ કોપી સાથે આપવાની રહેશે, મિલકત ખાલી કરો ત્યારે લેખિતમાં જાણ કરવાની રહેશે, બને ત્યાં સુધી મિલકત સાક્ષી/એજન્ટ/સબંધીઓને વચ્ચે રાખવી આપવી તેમજ મકાન માલીક અને ભાડૂઆતના અંગુઠાનું નિશાન અને સહિઓ જવાબદાર સાક્ષીની રૂબરૂમાં કરવાની રહેશે તથા ભાડે આપેલ મિલકત કયા વિસ્તારમાં અને કેટલા ચો.મી.બાંધકામ છે તેની વિગત ભાડે આપવા સત્તા ધરાવતા વ્યકિતનું નામ સરનામુ અને ટેલિફોન નંબર, જે તારીખે ભાડે આપેલ હોય તે તારીખ, જે વ્યકિતને ભાડે આપેલ છે તેનું નામ હાલનું સરનામું ફોટા સાથે, મૂળ વતનનુ પાકા નામ સરનામા તથા બે થી ત્રણ સગા સબંધીઓના નામ સરનામા, સંચાલકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનૂં નામ સરનામું, ટેલોફોન નંબર, ભાડે આપેલ છે તે લીવ લાયસન્સ ના કરારથી આપેલ છે કે કેમ ? તેની વિગત નિયમોનુસાર ફોર્મ ભરી ફરજિયાત રાખવાની રહેશે અને જ્યારે પોલીસ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે માહિતી પુરી પાડવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ