હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૧૫મી ઓગસ્ટના દિવસે આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૨૦ અમૃત સરોવરના કામ હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઈન્દ્રોઈ ગામનો પણ સમાવેશ થાય છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં રંગેચંગે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ ત્યારે વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામે જોગી તળાવ અમૃત સરોવર પર વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ વી. સોલંકીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અમૃત સરોવર હેઠળ વેરાવળ તાલુકાના કુલ ૨ ગામ બીજ અને ઈન્દ્રોઇનો પણ સમાવેશ થાય છે. સિંચાઇ વિભાગે જોગી તળાવની રૂપિયા ૬ લાખનાં એસ્ટીમેટમાં કામગીરી…
Read MoreDay: August 17, 2022
નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશનમાં વિજેતા થયેલ યોગાસન ખેલાડીઓને ખેલો ઈન્ડીયા ગેમ્સ ઈન્ડીયન ઓલોમ્પિક એસોસીએશન દ્વારા યોજાતી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા સુવર્ણ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશનમાં વિજેતા થયેલ યોગાસન ખેલાડીઓને ખેલો ઈન્ડીયા ગેમ્સ ઈન્ડીયન ઓલોમ્પિક એસોસીએશન દ્વારા યોજાતી નેશનલ ગેમ્સમાં ભાગ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજય કક્ષાએ વિજેતા થવુ અનિવાર્ય છે અને રાજય કક્ષાએ ભાગ લેવા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થવુ અનિવાર્ય છે. આથી તમામ ખેલાડીઓ યોગ શિક્ષકો, યોગ કોચને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે. ગુજરાતના તમામ જિલ્લામાં જિલ્લા યોગાસન સ્પોર્ટ એસોસીએશન ગુજરાત યોગાસન સ્પોર્ટ એસીસીએશનના નેજા હેઠળ જિલ્લા કક્ષાની…
Read Moreઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ ભક્તિના રંગે રંગાઈ તિરંગામય બન્યું ઝરપરા ગામ
હિન્દ ન્યુઝ, ભુજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બને તથા આપણા દેશ અને રાષ્ટ્રધ્વજ એવા તિરંગા પ્રત્યે ગર્વની ભાવના જાગે તે માટે ત્રિ-દિવસીય હર ઘર તિરંગા અભિયાનને મુંદ્રા તાલુકાના ઝરપરા ગામના નાગરિકો તરફથી અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાંપડયો હતો. ઝરપરાવાસીઓ તિરંગા યાત્રાની સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. ઝરપરાવાસીઓએ તિરંગાને પૂરા સન્માન સાથે તેમના ઘરે, વ્યવસાયના સ્થળે, ધર્મસ્થાનકો ઉપર તેમજ તેમના વાહન ઉપર તિરંગાને યોગ્ય સ્થાન આપી રાષ્ટ્ર અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેને તેમની ભાવનાને પ્રદર્શિત કરી હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.…
Read Moreગોધાતડ- નરા અને સાન્ધ્રો ડેમમાં વરસાદી પાણીની આવકના પગલે આસપાસના ગામોને સતર્ક કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં અત્યારે પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ડેમો અને નદીઓ અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઈ રહી છે. લખપત તાલુકામાં પણ ચાલુ વરસાદને કારણે ગોધાતળ નરા અને સાન્ધ્રો ડેમમાં પાણી ભરાતા આસપાસના ગામોને તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. ગોધાતડ નદીમાં પાણીનો ફ્લો વધતાં કપુરાશિ અને કોરિયાણી ગામને સતર્ક કરાયા છે. નરેડી અને બુધા ગામના લોકોને પણ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ગોધાતડ અને સાન્ધ્રો ડેમમાં તેમજ ખારી નદીના પટ પર અવરજવર ના કરવા તેમજ સાવચેતી રાખવા માટે સંબંધિત ગ્રામજનોને…
Read Moreપાટણ:સાંતલપુર આબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ
હિન્દ ન્યુઝ, સાંતલપુર બનાસનદી માં પાણી નો પ્રવાહ વધતા ૧૦ ગામથી વધારે નો સંપર્ક તૂટવાની શક્યતા પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે, ‘રેડ એલર્ટ, વચ્ચે પાટણ મા મેઘરાજા ની તોફાની બેટિંગ અબિયાણા ગામે બનાસનદીમાં પ્રવાહ વધતા માર્ગ પર ફરીવર્યું પાણી, માર્ગ બંધ થશે તો રાધનપુર, સાંતલપુર તાલુકાના કાંઠાના 10થી વધુ ગામો ને થઈ સકે છે અસર.નદી માં પાણીનો પ્રવાહ વધતા પેદાસપુર, ગડસઈ, અગીચાણા, બીસ્મિલ્લાગંજ, કરશનગઢ સહિત ગામોનું વાહનવવ્યહાર બંધ થવાની ની સ્થિતિ સર્જાઈ છે. પાટણ તેમજ ઉપરવાસ…
Read Moreઅમરેલી જિલ્લાના ભાજપના સોશ્યલ મીડિયાના કન્વીનર ના જન્મદિવસે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ
હિન્દ ન્યુઝ, રાજુલા અમરેલી જિલ્લાના ભાજપના સોશ્યલ મીડિયાના કન્વીનર અને સેવાભાવી યુવાન સાગરભાઈ સરવૈયા ના જન્મદિવસે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ નિદાન કેમ માં આયુષ્યમાન કાર્ડ તેમજ વેકસીનેશન કેમ્પમાં પૂર્વ સચિવ હીરાભાઈ સોલંકી હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને હીરાભાઈ સોલંકી દ્વારા સાગરભાઇ સરવૈયા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આવા સેવાકીય કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેમ્પ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો બોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધેલ અને પધારેલો મહેમાનો અને રાજુલા શહેરના રાજકીય…
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ GJ-04-EA 0001 થી 9999 ની બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૪-૦૮-૨૦૨૨ થી તા.૨૬-૦૮-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૬-૦૮-૨૦૨૨ થી તા.૨૮-૦૮-૨૦૨૨ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreશૈશવ-બાલસેના દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભાવનગરમાં કાર્યરત શૈશવ સંસ્થાના ભાગરૂપે ચાલતા બાલસેના કાર્યક્રમમાં બાળકો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે શૈશવ સંસ્થા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદનમાં શૈશવ સંસ્થાના ટ્રસ્ટીઓ, કાર્યકરો, બાલસેના-તરુણસેનાના સભ્યો અને ભાવનગર બ્લડ બેન્કના કાર્યકરો પણ જોડાયા હતા. બપોરે બાલસેનાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના 21 વિસ્તારના 320 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો દ્વારા દેશભક્તિનાં ગીતો, નાટકો, માઈમ જેવી વિવિધ ૧૯ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાલસેનાના બાળકો દ્વારા જ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન…
Read Moreશ્રાવણ કૃષ્ણ પંચમી નિમિત્તે સોમનાથ મહાદેવને નાગ દર્શનનો શણગાર કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, સોમનાથ સોમેશ્વર જ્યોતિર્લિંગ પર ચંદનની મદદથી નાગદેવતાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ મહાદેવ પાસે ચાંદી અનેે સુવર્ણ ની શેષનાગની મૂર્તિઓને શણગારવામાં આવી છે અને જ્યોતિર્લિંગની ટોચ પર ભગવાન શિવના પ્રિય વાસુકી નાગનું ચાંદીનું સ્વરૂપ મૂકવામાં આવ્યું છે. જ્યાં તમામ દેવતાઓ સુંદર દેખાવા માટે આભૂષણોનો ઉપયોગ કરે છે, ત્યાં શિવ તેમના ઘરેણાંમાં નાગ દેવતાને સ્થાન આપે છે. નાગ લોકના રાજા કહેવાતા નાગરાજ વાસુકી કેવી રીતે શિવનું આભૂષણ બન્યા તેની પાછળ પણ એક રસપ્રદ કથા છે. કશ્યપના પુત્ર અને શેષનાગના ભાઈ નાગરાજ વાસુકી શિવના પરમ ભક્ત હતા.…
Read More