નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશનમાં વિજેતા થયેલ યોગાસન ખેલાડીઓને ખેલો ઈન્ડીયા ગેમ્સ ઈન્ડીયન ઓલોમ્પિક એસોસીએશન દ્વારા યોજાતી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા સુવર્ણ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશનમાં વિજેતા થયેલ યોગાસન ખેલાડીઓને ખેલો ઈન્ડીયા ગેમ્સ ઈન્ડીયન ઓલોમ્પિક એસોસીએશન દ્વારા યોજાતી નેશનલ ગેમ્સમાં ભાગ લેવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજય કક્ષાએ વિજેતા થવુ અનિવાર્ય છે અને રાજય કક્ષાએ ભાગ લેવા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થવુ અનિવાર્ય છે. આથી તમામ ખેલાડીઓ યોગ શિક્ષકો, યોગ કોચને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે. ગુજરાતના તમામ જિલ્લામાં જિલ્લા યોગાસન સ્પોર્ટ એસોસીએશન ગુજરાત યોગાસન સ્પોર્ટ એસીસીએશનના નેજા હેઠળ જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજવામાં આવેલ છે. આ સ્પર્ધા ટ્રેડીશનલ તથા આર્ટીસ્ટીક સિંગલ તથા આર્ટીસ્ટીક સ્પેર તથા રિધેમેટીક સ્પેર આમ આ સ્પર્ધા ૪ ઈન્વેટમાં રમાશે. તા.૨૧/૦૮/૨૦૨૨ ને રવિવારના રોજ આર્યસમાજ હોલ, સરદારનગર ખાતે યોજાશે. ખેલાડીએ સ્પર્ધા દરમિયાન યોગાસનને લગતા ડ્રેસ ફરજીયાત પહેરવાનો રહેશે. આ સ્પર્ધાની વિગત માટે જિલ્લા યોગાસન સ્પોર્ટ એસોસીએશન સંપર્ક કરવા તેમજ પર એક ખેલાડી દીઠ પ્રતિ ઈવેન્ટ એન્ટ્રી ફી રૂ.૧૦૦/- ફોર્મ સાથે જમા કરાવવા માટે ડો.ધર્મેન્દ્રસિંહ ગોહિલ (મો.૯૭૩૭૧૩૯૦૭૨) તથા જીગ્નેશ પટેલ (મો.૯૬૬૪૯૯૩૯૦૬) પર સંપર્ક કરી શકાશે. એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તા.૧૯/૦૮/૨૦૨૨ રહેશે.

Related posts

Leave a Comment