ભાભર માં મહેસાણા ડીવીઝનલ ડેપ્યુટી કમિશનર ની ટીમ ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ

હિન્દ ન્યૂઝ, ભાભર

             ભાભરમાં વ્યાપક પ્રમાણમાં જીએસટી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. મોટા ભાગના વેપારીઓ લાખો રૂપિયાનો માલ ચબરખી ઉપર ગ્રાહકોને આપી જીએસટી ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ ચોરી જ્વેલર્સ દુકાનોમાં થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જીએસટી ના કેટલાક ભષ્ટ્રાચારી અધિકારીઓની સાંઠ ગાંઠ થી થતી હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. અચાનક ભાભર સોનીબજારમાં મહેસાણા ડીવીઝનલ ડેપ્યુટી કમિશનર જીએસટી ટીમ ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને જોતજોતામાં દુકાનો ટપોટપ બંધ કરી વેપારીઓ ફરાર થઈ ગયા હતા.

              જીએસટી ના અધિકારીઓની ટીમ ભાભર ની જગદીશ જ્વેલર્સ શોરૂમ નામની અને અન્ય એક દુકાન દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી મળી નથી પરંતુ ભાભરમાં તટશય તપાસ હાથ ધરવામાં આવશે તો મોટી જીએસટી ચોરી બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment