સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ   

    ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સભાન ભાગીદારી કેળવવા અને ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તા.૨૫/૧૨/૨૦૨૩ સુશાસન દિવસે માન. મુખ્યમંત્રી દ્વારા “નિર્મળ ગુજરાત ૨.૦” લોન્ચ કરવામાં આવેલ છે.

સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સુત્રને સાર્થક કરવા સારૂ જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તારીખ ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ શહેરી વિસ્તારના ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૮૧ આસામીઓ પાસેથી ૨૫. કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૧,૧૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૧ આસામીઓ પાસેથી ૧૧.૭૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૨,૮૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૧ આસામીઓ પાસેથી ૬.૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૮,૯૦૦ /-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી ૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૯,૪૦૦ /-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર ના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર / સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment