રેડિયોલોજિકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત અને કિરણ હોસ્પિટલ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત

સુરતમાં ખાનગી પ્રેક્ટિસ કરતા રેડિયોલોજીસ્ટ ની વર્તમાન સમયમાં સોનોગ્રાફીના નવા અપડેટ માટે કિરણ હોસ્પિટલ ખાતે બે દિવસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરતના પ્રમુખ ડો.ઉદય સુરાના એ જણાવ્યું કે સુરત રેડિયોલોજી એસોસિએશન સમયાંતરે એસોસીએશનના સભ્યોના જ્ઞાનમાં વધારો થાય તેમ જ નવી નવી ટેકનોલોજી અને નવા નવા રોગોના નિદાન સોનોગ્રાફી દ્વારા થઈ શકે તે માટે બે દિવસની કોન્ફરન્સ નુ આયોજન શનિવાર અને રવીવાર ના રોજ કિરણ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ.

    આ સેમિનારનું ઉદઘાટન સામાજિક અગ્રણી, કિરણ હોસ્પિટલના ચેરમેન અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીના હસ્તે કરવામાં આવેલ. કોન્ફરન્સમાં ઔરંગાબાદ થી સોનોગ્રાફીના નિષ્ણાંત ડો. બિમલ સહાની અને ડો. અનિરુદ્ધ કુલકર્ણી દ્રારા વિવિધ વિષયો પર લેક્ચર લેવામાં આવેલ. આ બે દિવસના સેમિનારમાં સુરત ઉપરાંત નવસારી, વલસાડ બારડોલી, વ્યારા તેમજ વાપીના 170 કરતાં વધારે રેડીયોલોજીસ્ટ ડોક્ટરો એ લાભ લીધો હતો. આ સેમિનારમાં સુરતના ડો. નિમિત દેસાઈ, ડો પ્રિયંકા દેસાઈ તેમજ વડોદરા થી ડો. અલ્પેશ પંચોલી અને સુરતના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ ડો.ભાવેશ હિરપરા તેમજ બાળકોના સર્જન ડો. અરુણ ત્રિવેદી દ્વારા વિવિધ વિષયો પર ચર્ચા કરેલ. કાર્યક્રમનુ આયોજન રેડિયોલોજી એન્ડ ઈમેજીંગ એસોસિએશનના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડો .હિતેશ લુખી, ડો.ધારા શાહ અને ડો.નિમિત દેસાઈ દ્વારા કરવામાં આવેલ. કોન્ફરન્સ દરમિયાન ટેકનિકલ બાબતો ની જવાબદારી ડો.એન્ડ્રુ જ્હોન દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ. બે દિવસીય કોન્ફરન્સમાં સુરતના સિનિયર રેડીયોલોજીસ્ટ ડો ઉમેશ ઉદાપુડી, ડો.નવીન પટેલ,ડો કુમાર વકીલ, ડો જગદીશ વઘાસિયા, ડો બ્રિજેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.પૂર્વીબેન દેસાઈ, પ્રોફેસર ડો.ભગવતીબેન પટેલ તેમજ સ્મીમેર હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. મોના શાસ્ત્રી, પ્રોફેસર ડો. નેહલ દિવાનજી, ડો કંચન મહાલે તેમજ બંને મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટરોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ડો. ચંદ્રકાંત પટેલે કોન્ફરન્સમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઓબ્ઝર્વર તરીકે હાજરી આપેલ. કોન્ફરન્સ નેસફળ બનાવવા માટે રેડિયોલોજિકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત ની સમગ્ર ટીમે ખૂબ હેંમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment