સૌરાષ્ટ્ર-રાજકોટના વિદ્યાર્થીઓ સારા પગાર સાથે પ્રતિભા ઝળકાવી શકશે : ચંદ્રેશ જેઠાણી

રાજકોટ,

તા.૨૩.૮.૨૦૨૦ ના સૌરાષ્ટ્ર-રાજકોટના વિદ્યાર્થીઓ સારા પગાર સાથે નામાંકિત કંપનીઓમાં પોતાની પ્રતિભા ઝળકાવી શકશે. અત્યાર સુધી B.COM B.B.A ની ડિગ્રીપ્રાપ્ત વિદ્યાર્થીઓને અત્યંત ઓછા પગારથી નોકરી મળતી હતી. પરંતુ ડિઝાઈનિંગના આ કોર્સ બાદ તેમની આવડતનો પણ વિકાસ થશે. સાથે સાથે આર્થિક રીતે પણ તેમને મજબૂતિ મળશે. I.I.D એ સ્કીલ બેઈઝ એજ્યુકેશન છે. જેના દરેક કોર્સ પ્રેક્ટિકલ કરાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને ઝીણામાં ઝીણું જ્ઞાન મળી રહે તે માટે તેમનામાં જે આવડત રહેલી હશે તે આવડતના આધારે જે તે સ્થળથી મુલાકાત કરાવવામાં આવશે. જેથી તેમના અનુભવમાં બહોળો વધારો થઈ શકે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment