રાજકોટ શહેર આજીડેમ ચોકડી પાસેથી ચોરાઉ બાઈકથી ઝૂટવેલા ૫ ફોન સાથે ૧ શખ્સ ઝડપાયો

રાજકોટ,

તા.૨૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વાહનચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે માલવીયાનગર P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે ખોડિયારનગરમાં રહેતા શાહબાઝ ઉર્ફે શબલો ઉર્ફે નવાબ સત્તારભાઈ જોબનને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. તેની જડતી લેતા તેની પાસેથી ૫ ફોન પણ મળી આવ્યા હતા. શાહબાઝે બાઈક ચોરી કરી સૂર્યકાન્ત હોટલ પાસે, ઢેબર રોડ ઉપર, ખોડિયાનગરમાં, સંતકબીર રોડ ઉપર અને આજી ડેમ ચોકડી પાસેથી ૫ ફોનની ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment