દિયોદર,
હવામાન વિભાગ ની આગાહી ના પગલે શનિવાર ની મોડી સાંજ થી રવિવાર ના દિવસ દરમિયાન વરસાદ ની હેલી જોવા મળી રહી છે. જેમાં જિલ્લા ના દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં ભાદરવો ભરપૂર બન્યો હોવાનો અહેસાસ થઈ રહો છે. જેમાં રાત્રી ના સમય અને દિવસ દરમિયાન પડેલ ધોધમાર વરસાદ માં નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા છે. જેમાં દિયોદર પ્રગતિનગર , જુના બસ સ્ટેશન, માધવ પાર્ક, સ્વામી નારાયણ ના મંદિર પાસે,રામપીર મંદિર જેવા અનેક વિસ્તાર માં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન બન્યા હતા.
જો કે સારા વરસાદ થી ખેડૂતો માં આનંદ જોવા મળી આવ્યો હતો ત્યારે દિયોદર પોલીસ સ્ટેશન પાસે વરસાદી પાણી ના નિકાલ માટે વેવસ્થા ના હોવાથી વરસાદી પાણી નો ભરાવો થયો હતો. જેના કારણે ત્યાં થી પસાર થતા લોકો અને વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે બીજી તરફ અનેક ગ્રામીણ વિસ્તાર માં કાચા માર્ગો પર પાણી ભરાતા ખેડૂતો ને પણ દૂધ ભરાવા અને ગામ માં આવવા માટે પરેશાન થવું પડ્યું હતું.
રિપોર્ટર : દિપસિંહ વાધેલા, દિયોદર