દિયોદર ના ચિભડા થી કાળુપુરા પ્રા શાળા તરફ જતો બે કિમિ ના કાચા માર્ગ થી પશુપાલનો પરેશાન

દિયોદર,

 

દિયોદર તાલુકા માં વરસાદી મન મૂકી ને વરસી રહો છે. જેમાં અનેક કાચા માર્ગ ના કારણે ખેડૂતો અને પશુપાલનો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે તાલુકા ના ચીભડા ગામે થી કાલુપુરા પ્રા શાળા તરફ જતો બે કિમિ નો માર્ગ કાચો હોવાથી અને વરસાદી પાણી ભરાવાથી પશુપાલનો પરેશાન બન્યા છે. જે માર્ગ પાકો ક્યારે બનશે તેની રાહ જોઈ રહા છે.

દિયોદર તાલુકા ના ચિભડા ગામે થી કાલુપુરા પ્રા શાળા તરફ જતો બે કિમિ નો માર્ગ વર્ષો જૂનો છે અને કાચો માર્ગ છે. અહીં કાચો માર્ગ હોવાથી ચોમાસા સમય વરસાદી પાણી ભરાવાથી બે કિમિ અંતર માં વસવાટ કરતા ખેડૂતો ને ગામ માં આવવા જવા માટે આ માર્ગ નો ઉપયોગ કરવો પડે છે જેમાં માર્ગ કાચો હોવાથી અને વરસાદી પાણી ભરાવાથી આર્થિક મુશ્કેલી વેઠવી પડે છે આ માર્ગ પર વસવાટ કરતા 80 % લોકો પશુપાલનો વ્યવસાય કરે છે જેમાં કાચો માર્ગ હોવાથી ત્યાં થી પસાર થવા મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ બાબતે અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આ માર્ગ પાકો બન્યો નથી ત્યારે આ માર્ગ ક્યારે પાકો બને અને અહીં ના રહીશો ની ક્યારે મુશ્કેલી દૂર થાય છે તે હવે જોવાનું રહ્યુ.

રિપોર્ટર  પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment