દાંતીવાડા ડેમ માં ચોવીસ કલાક માં પાંચ ફૂટ નવા પાણી ની આવક નોંધાઇ

દાંતીવાડા,

બનાસકાંઠા જિલ્લાના નો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ એક મોટુ જળાશય છે. ઉપરવાસ મા વરસાદ સારા પ્રમાણ થતાં બંન્ને ડેમ માં પાણી ની આવક નોંધાઇ હતી. જ્યારે ચોમાસું ની એકાદ મહિના જેટલા દિવસો છે ત્યારે દાંતીવાડા ડેમ માં આજે બપોરે 3 વાગ્યે પાણી ની સપાટી 554.80 ફૂટ નોંધવામાં આવી હતી ત્યારે ડેમ માં 3487 કયુસેક પાણી ની આવક નોંધાઇ હતી ભય જનક સપાટી 604 ફૂટ છે.

જ્યારે સીપુ ડેમમાં પાણી ની સપાટી 572.25 ફૂટ છે અને ભય જનક સપાટી 611 ફૂટ છે અને પાણી ની આવક 324 કયુસેક નોંધાઇ હતી. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ફુટ ની આવક થઈ હતી દાંતીવાડા ડેમમાં 11.32 ટકા અને સીપુ ડેમમાં ૬.૦૦ટકા જળસંગ્રહ છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદ ની આગાહી થી બનાસકાંઠા માં વરસાદ પણ મનમુકીને વરસી રહ્યો છે જ્યારે 2017 માં પૂર હોનારત થઈ ત્યારે કાંકરેજ તાલુકાના ખારીયા ગામનાં એકજ પરિવારનાં 17 લોકો મુત્યુ પામ્યા હતા. બનાસ માં ભયંકર તારાજી સર્જી હતી, જેમાં ખારીયા ગામની યાદો હજુ સુધી ભુલાતી નથી. જેમાં બનાસકાંઠા બનાસ નદી વિસ્તારમાં આવતાં ગામોમાં લોકો ડર નો સામનો કરી રહ્યાં છે.

જયારે હાલમાં બનાસકાંઠા માં સાવત્રિક વરસાદ થઇ રહ્યો છે તેથી દાંતીવાડા ના બંને ડેમોમાં પાણીની આવકમાં ધીમી ગતિએ વધારો થઇ રહ્યો છે ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકો મા ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment