ચીમનગઢ મુકામે આવેલ પ્રાથમિક શાળા ની આગળ પાણી ભરાતા શિક્ષકો સહીત ગામ લોકોમાં રોષ

કાંકરેજ,

બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ચીમનગઢ મુકામે પ્રાથમિક શાળા ની આગળ પાણી ભરાતા કાદવ કીચડ હોવાને કારણે શાળામાં આવતા શિક્ષકોને કાદવ કીચડ માંથી ચાલવાનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમ જ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગામના લોકો તેમજ ગામના શાળાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગામના સરપંચ તેમજ તલાટી ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને આ મહામારી કોરોના કારણે ગંદકીનું મહાપ્રલય પણ થઈ શકે છે.

જેથી ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે આ મીડિયાના અહેવાલ થી ચીમનગઢ ના સરપંચ તેમજ તલાટી ઘોર નિંદ્રામાં સૂતેલા જાગશે કે પછી આંખ આડાં કાન કરશે તે આવનાર સમય જ બતાવશે.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment