રાજકોટ,
રાજકોટ શહેર તા.૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગઈકાલે ઉપલેટા ૨.MM કોટડા સાંગાણી ૩૭.MM ગોંડલ ૬.MM જેતપુર ૨.MM પડધરી ૧૪.MM લોધિકા ૪૦.MM વીંછીયા ૧૦.MM રાજકોટ ૧૬.MM વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજકોટમાં ૧ કલાકના ૧ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો. ત્યારે વરસાદ પડતા આજે સવારે રાજકોટના જળાશયોમાં નવા નીરની આવક થઇ હતી. આ સાથે જ લોકોમાં આનંદ છવાયો હતો. આજે ભાદર, આજી સહિતના ડેમોમાં સપાટી ઊંચી આવી હતી. જેમાં આજી-૧માં ૦.૫૬ ફૂટ, ન્યારી-૧માં ૦.૮૨ ફૂટ, ન્યારી-૨માં ૧.૧૫ ફૂટ, ભાદર-૧માં ૦.૧૬ કુટ, અને લાલપરીમાં ૦.૩૩ ફૂટ પાણીનું સ્તર ઊંચું આવ્યું હતું.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ