રાજકોટ શહેર અષાઢ સુદ અગિયારસ આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. કુમારીકાઓ પાંચ દિવસ મીઠા વગરનું મોળુ એકટાણું કરી આ વ્રત કરે છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧.૭.૨૦૨૦ ના રોજ અષાઢથી પુનમ સુધીના પાંચ દિવસનું આ વ્રત હોય છે. પાંચમાં દિવસે જાગરણ કરી દિકરીઓ વ્રતનું ઉજવણું કરે છે. પ્રાચીન પરંપરા પ્રમાણે કુમારીકાઓ ગુણવાન પતિની પ્રાપ્તિ માટે ગૌરીવ્રત કરે છે. માતા પાર્વતીજીએ પણ મહાદેવને પામવા ગૌરીવ્રત કર્યું હતું. ગૌરીવ્રત પાંચ દિવસનું હોય છે.

પાંચેય દિવસ મોળુ એકટાણું કરી પૂનમના દિવસે જાગરણ કરી વ્રત પુરુ કરવાનું હોય છે. સતત પાંચ કે સાત વર્ષ આ વ્રત કરવાનું હોય છે. એકી સંખ્યામાં ગૌરીવ્રત કર્યા બાદ ભાવભેર વ્રતને ઉજવવામાં આવે છે. વ્રતના ઉજવણામાં પાંચ-સાત દિકરીઓને ભોજન કરાવી સ્વરુપે સૌભાગ્યનો શણગાર આપવામાં આવે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment