રાજકોટ શહેરમાં માસ્ક અને ગ્લોઝનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યું છે. એકસ્પોર્ટ બંધ હોવાથી મેન્યુફેકચર્સ ઉત્પાદન ઉપર રોક લગાવવા લાચાર બન્યા છે

રાજકોટ,

રાજકોટ શહેરમાં તમામ નોન વુનન અને માસ્ક મેન્યુફેચર કરતી ફેકટરીઓના ડેલીગેશન વતી વિરેન્દ્ર પાનસરાએ જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં થ્રી લેયર માસ્ક, એન-૯૫ માસ્ક, નાઈટરાઈડ ગ્લોઝ, નોન વુનન ફેબરીક તથા પીપીઈ કીટ વગેરેની પુષ્કળ ડિમાન્ડ છે. પરંતુ ભારત દ્વારા આવી તમામ વસ્તુઓ એકસ્પોર્ટ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓ તમામ રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદીત થાય છે. પરંતુ સરકારે એકસ્પોર્ડ ઉપર રોક લગાવી છે. જેથી ઈકોનોમીને ગંભીર નુકશાન પહોંચી રહ્યું છે. રોજગારી ઘટી રહી છે. એક તો અત્યારે માર્કેટમાં ભયંકર મંદી ચાલી રહી છે. ઉપરથી ભારે ડિમાન્ડમાં રહેલી વસ્તુના એકસ્પોર્ટ ઉપર પ્રતિબંધ મુકવો અયોગ્ય છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment