હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ તા. ૧૧/૦૩/૨૦૨૪થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન યોજાશે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા પરીક્ષા સ્થળોની આસપાસ જરૂરીયાત મુજબ પ્રતિબંધાત્મક હુકમો કરવામાં આવ્યા છે.
જિલ્લામાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ જિલ્લા શિક્ષણાધિકારી, ગીર સોમનાથે નકકી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમાં તા. ૧૧/૦૩/૨૦૨૪થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રોજ સવારના ૦૯:૧૫ થી સાંજના ૧૯:૧૫ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવુ નહી. મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવો નહી.તેમજ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા સ્થળે ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપી રાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઈંગ મશીન દ્વારા કોઈએ કોપી કરવી નહી. અને પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવુ કૃત્ય કરવું નહી.
ઈલેટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, કેલ્કયુલેટર વિગેરે તથા પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થળમાં લઈ જવા નહી કે તેનુ વહન કરવુ નહી કે કરવા મદદગારી કરવી નહી અને તેવી કોઈ પણ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવુ નહી તેમજ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહી અને પરીક્ષા ખંડમાં શાંતિપુર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યકિત અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.