ગીર સોમનાથ જિલ્લામાં ૩૩ મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકો ભાગ લેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર – ગીર સોમનાથ દ્વારા ૩૩મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા – ૨૦૨૩-૨૪ આવતીકાલે યોજાશે. ભાઈઓ માટેની સ્પર્ધાની શરૂઆત ચોરવાડ બંદર ખાતેથી સવારે ૭:૦૦કલાકે અને બહેનો માટેની સ્પર્ધાની શરૂઆત આદ્રી બંદર ખાતેથી સવારે ૭.૩૦ કલાકે થશે.

આ સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાતના ૨૨ સ્પર્ધકો, કેરળના ૧, મહારાષ્ટ્રના ૧૧, પશ્ચિમ બંગાળના ૩ સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધાના શરૂઆત પ્રસંગે જિલ્લાના ગણમાન્ય અતિથિઓ પણ ઉપસ્થિત રહેશે.

Related posts

Leave a Comment