હિન્દ ન્યુઝ, ડાંગ
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ-૨ અને જલ જીવન મિશનના સુચારૂ અમલીકરણ માટે ડાંગ કલેક્ટર કચેરી ખાતે ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)’ ની બીજી બેઠક યોજાઈ ગઈ.
📌 બેઠકના મુખ્ય મુદ્દાઓ અને નિર્ણયો:
🌊 ચેકડેમનું આયોજન: ડાંગના ૩૧૧ ગામોમાંથી ઉનાળામાં પાણીની અછત અનુભવતા ૪૩ ગામોમાં સોર્સ રીચાર્જ કરવા માટે નવા ચેકડેમ બનાવવા અને ડી-સિલ્ટીંગ (કાંપ કાઢવાની) કામગીરી કરવા ચર્ચા.
🚀 તાપી-ડાંગ બલ્ક પાઇપલાઇન: સરકારની આ મહત્વપૂર્ણ યોજનાની પ્રગતિની સમીક્ષા કરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરની કડક સૂચના.
🏡 ગામડાઓ માટે યોજના: “જલ જીવન મિશન – નલ સે જલ” અંતર્ગત જૂથ યોજનાઓ, વ્યક્તિગત પાણી પુરવઠા અને આમલી મીની પાઇપલાઇન યોજનાઓની સમીક્ષા કરાઈ.
🧼 સ્વચ્છતા પર ભાર: સ્વચ્છ ભારત મિશન (ગ્રા.) ફેઝ–૨ અને જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કામોને વેગ આપવા આદેશ.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. તબીયાર, નાયબ વન સંરક્ષક નીરજકુમાર અને નિવાસી અધિક કલેક્ટર હિતેશ જણકાટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
