૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના કાલીબેલ, ઝાવડા, મહાલપાડા, ચિંચલી, અને ગારખડી ખાતે ‘જનકલ્યાણ શિબિર’ના કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ડાંગ

     રાજ્ય સરકાર અને ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના ૧૨ વર્ષની પૂર્ણતાની ઉજવણી અન્વયે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના કાલીબેલ, ઝાવડા, મહાલપાડા, ચિંચલી, અને ગારખડી ખાતે ‘જનકલ્યાણ શિબિર’ ના કાર્યક્રમો યોજાયા હતાં.

આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વમાં સરકાર લોકહિતના કામો માટે કટિબદ્ધ છે. પ્રજાલક્ષી અને પારદર્શી વહીવટના કારણે આજે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના ઘરઆંગણે જ તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળ, સહજ અને અવરોધ વિના મળી રહ્યો છે. 

 વિજયભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના સફળ ૧૨ વર્ષના નેતૃત્વને જનસેવાના માધ્યમથી વધાવવા સમગ્ર રાજ્યમાં ‘જન કલ્યાણ શિબિર’ના માધ્યમ થકી ઘરઆંગણે લોકો સુધી વિકાસના લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ પછી દેશ વિકાસના એક નવા અને સુવર્ણ માર્ગે સતત આગળ વધી રહ્યો છે.

આ શિબિરમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, પીએમ કિસાન યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ સેવા સહિત અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે અરજી કરવાની સુવિધા અને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. 

આ ‘જનકલ્યાણ શિબિર’ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પાડવી, આહવા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, તલાટીઓ, શાળાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Related posts

Leave a Comment