તાલાલા શ્રીબાઇ માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ૬૦૦થી વધુ લોકોને આરોગ્યની સારવાર અપાઇ

હિન્દ ન્યુઝ, તાલાલા

     પ્રજાપતિ સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઇ માતાજીના ધર્મસ્થાન ખાતે ત્રણ દિવસીય નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના લોકોને અવગડતા ન પડે તે માટે વિવિધ સેવાઓ ઉભી કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ ઉભું કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસમાં ૬૦૦થી વધુ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં હતી.

તાલાલા ખાતેના શ્રીબાઇ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ દિવસ સુધી લોકોને આરોગ્યની સેવા આપવામાં આવી હતી. જેમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના આરોગ્ય કર્મચારીઓ ડો.પરેશભાઇ ચાંડેગરા, ડો.નિલેશભાઇ ચાંડેગરા, ડો.નવિનભાઇ જેઠવા, સંજયભાઇ બુહેચા, નિરવભાઇ જેઠવા, ઉદયભાઇ બુહેચા, સુનિલભાઇ કુકડિયા, સતિષભાઇ બુહેચા, મુકેશભાઇ વારા અને અજયભાઇ ગોહેલે ૬૦૦થી વધુ લોકોને આરોગ્યની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ત્રણ દિવસના મહોત્સવમાં આરોગ્ય સેવાને લઇને તાલાલા સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ દેવળીયા, શ્રીબાઈ ધામ કારોબારી સમિતિના વિનુભાઈ ચાંડેગરા, લલીતભાઈ વરૂ, ભાવેશભાઈ ખોલીયા, ભગવાનજીભાઈ વાળા, રવિભાઈ ભરડવા, અરવિંદભાઈ ચાવડા, પ્રકાશભાઈ ડાભી, સંજયભાઈ દેવળીયા, જગદીશભાઈ ગોહિલ, ભાવેશભાઈ ગઢવાણા સહિતનાઓએ આભાર માન્યો હતો.

 

Related posts

Leave a Comment