આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ ધ્રોલ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર      ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, ધ્રોલ તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. 28/02/2024 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ધ્રોલ પ્રાંત અધિકારીનાં અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તા.14 ફેબ્રુઆરી સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના…

Read More

શ્રી જવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડા ખાતે કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા (FIFA)ના સહયોગ થી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર       શ્રી જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડા ખાતે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા (FIFA)ના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની 26 જેટલી સરકારી અને અર્ધ – સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલ સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ આપી વિદ્યાર્થીઓને ફૂટબોલની રમતાં રમવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાનાં અંગ્રેજી અધ્યાપક જયંતિલાલ કાંતિયાએ કર્યું હતું. શાળાના કાર્યકારી આચાર્ય સોબરનસિંહે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિડજા, કેન્દ્રિય વિદ્યાલય -1, જામનગરના પ્રાચાર્યા…

Read More

આહવા બસ ડેપોને સ્વચ્છતા અંગેના ચિત્રોથી સુશોભિત કરાયો

હિન્દ ન્યુઝ, આહવા      ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, GSRTCના ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અભિયાન અંતર્ગત, રાજ્યમા બસ ડેપોમા વિશેષ સફાઇ અભિયાન તેમજ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહી છે. વલસાડ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક એન.એસ.પટેલના નેજા હેઠળ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર દ્વારા ‘શુભયાત્રા, સ્વચ્છ યાત્રા’ અંતર્ગત ડાંગ જિલ્લામા પણ વિશેષ સ્વચ્છતા અંગેની પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે. ‘શુભયાત્રા, સ્વચ્છ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત આહવા એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા અંગેના વિવિધ સુશોભિત ચિત્રો દોરવામા આવ્યા છે. કિશોરસિંહ પરમારે જણાવ્યુ…

Read More

વઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમા યોજાઈ પશુપાલન શિબિર 

હિન્દ ન્યુઝ, વઘઇ      ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા જિલ્લા પંચાયત પશુપાલન શાખા આહવાના સહયોગથી, વઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ એમ.ગાવિતની અધ્યક્ષતામાં, પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમા પશુપાલકોને નફાકારક પશુપાલન કરવા પર ભાર મુકવામા આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ.સાગર પટેલ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, ડૉ. દિવ્યાબેન ચૌધરી દ્વારા ગાય/ભેંસ મા વિયાણ બાદ જોવા મળતી સમસ્યાના નિવારણ, તથા ડૉ. સુનિલભાઈ કુંવર દ્વારા પશુઓમા રસીકરણ અંગેની વિસ્તૃત જાણકારી પશુપાલકોને આપવામા આવી હતી. આ શિબિરમાં વઘઈ તાલુકાનાં જુદા જુદા ગામોમાથી ૩૦૦ જેટલા…

Read More

શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના દ્રષ્ટીની ખામીવાળા ૧૨૫ બાળકોને નિ:શુલ્ક ચશ્મા વિતરણ

હિન્દ ન્યુઝ, નખત્રાણા    રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝયુઅલ એમ્પીયરમેન્ટ (NPCB & Vi)અંતર્ગત નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી તરફથી નખત્રાણાની વિવિધ શાળાઓનાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર. ફુલમાલી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ. કે. પ્રસાદના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે નોડલ ઓફિસર ડૉ. અજય ત્રિવેદીની આગેવાનીમાં આર.બી.એસ.કે. ટીમના ડો. શૈલી શુક્લા, ડો.અનિલ પંડ્યા અને ડો.કશ્યપ ડોડીયા દ્વારા નખત્રાણાની વિવિધ શાળાઓનાં બાળકોના આરોગ્યની તપાસણીમાં ૨૪૫ બાળકોની તપાસ કરતા ૧૨૫ બાળકોમાં દ્રષ્ટિની ખામી જણાઈ આવી હતી. આ બાળકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં…

Read More

આગામી ૧૦મીએ યોજાશે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, તાપી      કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવનિર્મિત આવાસોનો લોકાર્પણ અંગેનો કાર્યક્રમ સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં આગામી તા.૧૦/૦૨/૨૦૨૪નાં રોજ યોજાનાર છે. આ ઉપરાંત માન.રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે તા.૧૩/૦૨/૨૦૨૪નાં રોજ આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. તાપી જિલ્લામાં આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. તાપી જિલ્લામાં આગામી તા.૧૦/૦૨/૨૦૨૪નાં રોજ વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિદ્યાલય ખાતે તથા ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ગામ ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સંદર્ભે આવાસના લાભાર્થીઓની યાદી, લોકાર્પણ, ખાતમુહુર્તની વિગતો, કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને લાવવા લઇ જવાની…

Read More

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) એટલે સંકલ્પ સ્વચ્છ અને નિરોગી ભારત

હિન્દ ન્યુઝ, સુરત     સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનું નામાંકન બીજી ઓક્ટોબર-૨૦૧૪ના દિવસે માનનીય પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત સંપૂર્ણ ભારતને સ્વચ્છ અને નિરોગી કરવાનું આહ્વાન કર્યું હતું. શૌચાલયના બાંધકામ માટે સહાયનું ધોરણ ૩ ગણું વધારી આ યોજનાને સફળતા તરફ લઈ જઈ લોકોને પ્રોત્સાહન આપ્યું. તા.રજી ઓક્ટોબર પુ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રા અને શહેરી સંયુક્ત રીતે ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું…

Read More

ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને નેશનલ હાઈવે-૪૭ પર દબાણ, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાને લઈ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ચોટીલા      ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને ચોટીલા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે-૪૭ પર ચોટીલા શહેરી વિસ્તારમાં દબાણ, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઈ એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ, તાલુકા પંચાયત અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશકુમાર શર્માએ ઉપસ્થિત તમામ અધિકારીઓ/ કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા. આ બેઠક બાદ આસિસ્ટન્ટ કલેકટરના માર્ગદર્શન મુજબ હાઇવેની જમીન પર અતિક્રમણ કરનાર દુકાનદારો, હોટેલ માલિકો અને ધંધાર્થીઓમાં…

Read More

તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, તાપી      તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો – તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં તાપી જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની પ્રાથમિક શાળા કસવાવ, પ્રાથમિક શાળા કપુરા, પ્રાથમિક શાળા તાડકુવા ડુગરી, કાંજણ પ્રા.શા, પ્રાથમિક શાળા ખડકલા,પ્રાથમિક શાળા ટોકરવા,પ્રાથમિક શાળા શિખેર, પ્રા.શા.વેકદા, પ્રા.શા.રાયગઢ, વરજાખલ, ડોસવાડા, પ્રાથમિક શાળા ખરશી ખાતે ૧૦૮ની ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે મેગા ઇવેન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શાળાઓમાં બાળકોને કુદરતી…

Read More

ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે ખેડૂત જોગ સંદેશ

હિન્દ ન્યુઝ, વલસાડ     ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે ખેડૂત જોગ સંદેશ વલસાડ જિલ્લામાં ચણાના પાકની ખેતી કરતા ખેડૂતોએ પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે વિવિધ પગલા લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. જે મુજબ ખેડૂતોએ પાકમાં રોગ નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લેવા. • સૂકારાના રોગીષ્ટ છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ/લિટર દ્રાવણનો છંટકાવ કરવો. • પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા/હેક્ટર ૫૦ કિગ્રા ખાતર સાથે રોગીષ્ટ છોડની ફરતે રેડવું • સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે અને…

Read More