આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      આગામી ફેબ્રુઆરી-૨૦૨૪/માર્ચ-૨૦૨૪ નાં માસ દરમ્યાન તા. ૧૨/૦૨/ર૦૨૪ નાં રોજ તિલકુંદ ચતુર્થી, તા.૧૪/૦૨/૨૦૨૪ નાં રોજ વસંત પંચમી, તા.૧૭/૦૨/૨૦૨૪ નાં રોજ શ્રી ખોડિયાર જ્યંતિ, તા.૨૨/૦૨/૨૦૨૪ નાં રોજ વિશ્વકર્મા જયંતિ, તા. ૨૯/૦૨/ર૦ર૪ નાં રોજ મોરારજી દેસાઇ જયંતિ, તથા તા.૦૩/૦૩/૨૦૨૪ નાં રોજ કાલાષ્ટમી વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા…

Read More

વડનગર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનથી ગ્રામ્ય રોજગારીનુ સર્જન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      કોડિનાર તાલુકાના વડનગર ગામે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન અંતર્ગત મહાદેવ મહિલા મંડળ દ્વારા ગામમાં જ રોજગારી સર્જન કરીને પ્લાસ્ટીક મુક્ત ગામ બને તે માટે હેતુસર ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. મહાદેવ મહિલા મંડળ દ્વારા વડનગર પ્લાસ્ટિક મુક્ત રહે તે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન કરીને ગામમાં પ્લાસ્ટીક કચરો થાય નહી તે માટે નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગામમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનના નાણા તરીકે રુ.૨૩૬૦૦નો ચેક કોડિનાર તાલુકા વિકાસ અધિકારી બગથરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચૂકવવામાં આવ્યો હતો.             ગામમાંથી NRLM યોજના અંતર્ગત…

Read More

તુવેર, ચણા અને રાયડાના પાકો સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકાર દ્વારા ખરીફ પાક/રવી પાકના વાવેતર પૈકીના તુવેર, ચણા અને રાયડા વર્ષ ૨૦૨૩-૨૪ માટે તુવેર રૂ.૭૦૦૦/-, ચણા રૂ.૫૪૪૦/- અને રાયડા રૂ.૫૬૫૦/- પ્રતિ ક્વિન્ટલના દરે ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે. આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) મુજબ ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, છોટાઉદેપુર દ્વારા કેન્દ્ર સરકારના નક્કી થયેલ દરો મુજબ ટેકાના ભાવે ખરીદી તા.૦૫/૦૨/૨૦૨૪થી શરુ કરવામાં આવી છે. જે ખેડૂતો આ ઉત્પાદના વેચાણમાં રસ ધરાવતા હોઈ તેમણે તા.૦૫/૦૨/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આથી પાત્રતા ધરાવતા ખેડૂતોને…

Read More

છોટાઉદપુર જિલ્લામાં તા.૨૧.૨.૨૪ના રોજ તાલુકા કક્ષાએ તથા તા.૨૨.૨.૨૪ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદપુર  રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આગામી તા.૨૧/૦૨/૨૪ બુધવારના રોજ તાલુકા કક્ષાનો તથા તા.૨૨/૦૨/૨૪ ગુરુવારના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે.આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ કરવામાં આવશે. કલેકટર, છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં…

Read More

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત કલેકટર અનિલ ધામેલીયાએ પદભાર સંભાળ્યો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નવનિયુકત કલેકટર અનિલ ધામેલીયાએ એમનો પદભાર સંભાળી લીધો છે. જિલ્લા સેવાસદન ખાતે જિલ્લાના વહિવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે જિલ્લાની વર્તમાન પરિસ્થિતીથી વાકેફ થયા હતા. મૂળ ભાવનગરના વતની અનિલ ધામેલીયા ૨૦૧૫ની બેચના આઇએએસ અધિકારી છે. આ અગાઉ તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા.તેઓ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.  

Read More

જામનગર જિલ્લાના ખેડૂતો માટે ચણાના છોડમાં સુકારો રોગ દૂર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના ખેડૂતો માટે ચણાના છોડમાં સુકારો રોગ દૂર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સુકાઇને જમીન પર ઢળી પડે છે. આ ઉપરાંત, પાછતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. પાન પીળા પડી જાય છે અને આખો છોડ સુકાઇ જાય છે. કયારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલી જોવા મળે છે. જેને ‘આંશિક સુકારો’ કહે છે. સુકાયેલા…

Read More

જામનગર જિલ્લાના ખેડૂતો ખરીફ-રવિ પાકોના વેચાણ માટે નોંધણી કરાવી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે ખરીફ-રવિ પાકોના વેચાણ માટે તુવેર માટે રૂ.7,000/-, ચણા માટે રૂ.5440/- અને રાયડા માટે રૂ.5650/- પ્રતિ કવીન્ટલ ટેકનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ઉક્ત ખરીદી મુજબ, જામનગર જિલ્લાના ખેડૂતો અત્રે જણાવેલ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય, તો તેઓએ આગામી તા.29 ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો પરથી V.C.E. મારફતે નોંધણી કરાવવાની રહેશે. જે બાબતની ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.      

Read More

મોટી ભલસાણ-સુમરી રોડ પર રૂ.3.63 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર રૂ. 3.63 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ ૧૦ ગાળાના ૧૨ મીટર લાંબા મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભલસાણ, સુમરી સહિત આજુ બાજુના વિસ્તારના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાઘવજીભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેઓની વર્ષો જૂની માંગણી તથા સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર ૧૨ મીટરના ૧૦ ગાળા ધરાવતા…

Read More

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં આઈ-ખેડુત પોર્ટલ પર અરજી કરી સકાશે

હિન્દ ન્યુઝ, જામનગર      “આથી જામનગર જિલ્લાની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળના સંચાલકોને જાણ કરવામાં આવે છે કે, આઈ-ખેડૂત પોર્ટલ પર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજીયાત હોવાથી જાન્યુઆરી-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૪ ના તબક્કાની સહાય માટે તા.૧૫/૦૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી માટે પોર્ટલ કાર્યરત રહેશે. યોજનાની શરતો અને બોલીઓ અનુસાર ઓનલાઈન અરજી દાખલ કરીને તેની પ્રિન્ટ મેળવીને જરૂરી સાધનિક સાહિત્ય સાથે અરજી નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જામનગરની કચેરી ખાતે અરજીની હાર્ડકોપી રજુ કરવાની…

Read More

રસ્તાના નિર્માણ થકી આકસ્મિક સંજોગોમાં જામનગર શહેર સુધી પહોંચવું ગ્રામજનો માટે સરળ બનશે- વસીમભાઈ ખીરા, સરપંચ કનસુમરા

હિન્દ ન્યુઝ, જામનગર કનસુમરા ગામના સરપંચ વસીમભાઈ ખીરાએ જણાવ્યું હતું કે આ રસ્તાનું મજબુતીકરણ થવાથી કનસુમરા તથા મસીતીયા ગામના લોકો તથા કનસુમરા વિસ્તારમાં ઔધોગિક વસાહતનો વિકાસ ખુબ જ સારા પ્રમાણમાં થશે તેમજ ચોમાસા તથા આકસ્મિક સંજોગોમાં તાત્કાલીક જામનગર શહેર સાથે ખુબ જ સરળતાથી વાહન વ્યહવાર શક્ય બનશે. આ રસ્તો જ્યારે ન હતો ત્યારે ગ્રામજનોએ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જેમાંથી હવે સૌને મુક્તિ મળી છે. અમારી માંગણી સ્વીકારી આ કામ પરિપૂર્ણ કરવા બદલ સૌ ગ્રામજનો વતી અમે રાજ્ય સરકરનો આભાર વ્યક્ત કરીએ છીએ.

Read More