જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની જુડોની સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ,vજામનગર  સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે. મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની જુડોની સ્પર્ધા જે.પી.મોદી સ્કૂલ- વસઈ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ એજ ગ્રુપ કેટેગરીમાંથી 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કન્વીનર મયુર ગોહેલ અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.        

Read More

જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીમતી ગોમતીબેન ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંગત કાર્યવાહી કરવા તેમજ ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્કૂલ, દબાણો દૂર કરવા, જમીન માપણી અંગેની કામગીરી, ખેતીવાડી વિભાગના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, જેટકોની કામગીરી, ભૂગર્ભ ગટરના પ્રશ્નો, પંચાયત અને સિંચાઈ વિભાગના પ્રશ્નો સહિતના મુદ્દાઓ બાબતે રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરએ જામનગરના વિકાસને ધ્યાને રાખીને કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓને સક્રિયતા…

Read More

સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે કબજે કરવામાં આવેલા વાહનોના માલિકોએ વાહન છોડાવવા અંગે

હિન્દ ન્યુઝ, જામનગર     સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે જુદા-જુદા ગુન્હાના કામે તેમ જ એમ.વી.એકટ-૨૦૭ નાં કામે કબ્જે કરવામાં આવેલ જે નીચે જણાવેલ વાહન માલીકોને અવાર-નવાર પોલીસ સ્ટેશન દ્વારા લેખીત તથા મૌખીક જાણ કરવા છતા વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આગામી ૭ દિવસમાં તેઓને વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણા સરકારશ્રી ખાતે જમા કરવામાં આવશે. જે માલિકોને વાંધા અરજીઓ હોય તેઓએ ૭ દિવસની અંદર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર ખાતે…

Read More

જામનગર જિલ્લાના ખેડૂતો માટે ”મિશન મધમાખી યોજના” અંતર્ગત તાલીમ સત્રનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને નાયબ બાગાયત નિયામકની કચેરી, જામનગર દ્વારા “મિશન મધમાખી યોજના” કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં માર્ગદર્શન મળી રહે અને “મધમાખી પાલન : એક સફળ વ્યવસાય” થીમને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મધમાખી ઉછેર, રાણી મધમાખીનો ઉછેર, મધમાખી પાલન દરમ્યાન લેવાની થતી કાળજીઓ અને તેની માવજત, મધમાખીના પરજીવી અને પરભક્ષીઓ તથા તેનું નિયંત્રણ, બાગાયત ખાતાની વિકાસલક્ષી યોજનાઓ વિષે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા.…

Read More

જામનગર જિલ્લા રોજગાર કચેરીના માર્ગદર્શન તળે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા રોજગાર કચેરીના માર્ગદર્શન તળે અને જામનગર આઈ.ટી.આઈ. તેમજ માતૃ સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કુલ- જામનગરના આચાર્યા ડો.બીનાબેન દવેના સંયુકત ઉપક્રમે કારકિર્દી અને વ્યાવસાયિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જામનગર જિલ્લા રોજગાર કચેરીના કરિયર કાઉન્સેલર ધ્રુવરાજસિંહ જાડેજા દ્વારા ઉપસ્થિત સર્વેને જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓની માહિતી અને સંરક્ષણ દળમાં મહિલાઓના પ્રતિનિધિત્વ વિશેની જાણકારી અપાઈ હતી. તેમજ, તજજ્ઞ એમ.પી.જાદવ અને ડી.એમ. મકવાણા દ્વારા આઈ.ટી.આઈ. સંસ્થામાં એડમિશન વિશેની જાણકારી અને આઈ.ટી.આઈ. ખાતે અભ્યાસ કરાવવામાં આવતા વિવિધ કોર્સ વિશેની માહિતી પુરી પાડવામાં…

Read More

લાલપુર તાલુકાની આરબલુસ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 માં સિદ્ધિ પ્રાપ્ત કરી

હિન્દ ન્યુઝ, લાલપુર     સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે, લાલપુર તાલુકાની આરબલુસ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 માં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આરબલુસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ 2.0 કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા બન્યા બાદ સંસ્થાના ધોરણ- 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિજય ભુરીયાએ ચક્ર ફેંક કેટેગરીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમજ ધોરણ- 5…

Read More

જામનગર ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. કચેરી દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર      34 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2024 અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર ટ્રાફિક શાખા, જામનગર આર.ટી.ઓ. કચેરી અને જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એક્પર્ટસ દ્વારા રકતદાન પ્રક્રિયા, રક્તદાનનું મહત્વ, અકસ્માતોથી કેવી રીતે બચી શકાય અને ટ્રાફિકના નિયમો અંગે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા અને રકતદાન થકી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ, સ્ટાફ મિત્રો…

Read More

ધ્રોલ તાલુકામાં એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ અંગે વિદ્યાર્થી કાર્યશાળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ધ્રોલ ધ્રોલ તાલુકામાં સ્થિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે “101 WAYS TO REUSE PLASTIC WASTE PROGRAMME” (પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ) થીમ આધારિત વિદ્યાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી. સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ બાળકોને પ્લાસ્ટિકના ઓછા વપરાશ અને તેના ઉપયોગી પર્યાય વિષે જાણકારી આપી હતી. કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યાએ…

Read More

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જી. એચ.સોલંકી, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રી બેન જરું, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સીટીવ ઝોન ખાતે ડ્રોન ઉડાવવાં પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી. ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોધા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન એક્ષચેન્જ…

Read More