ધ્રોલ તાલુકામાં એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ અંગે વિદ્યાર્થી કાર્યશાળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ધ્રોલ

ધ્રોલ તાલુકામાં સ્થિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે “101 WAYS TO REUSE PLASTIC WASTE PROGRAMME” (પ્લાસ્ટિક રિસાયકલ પ્રોસેસ) થીમ આધારિત વિદ્યાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરુઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી. સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ બાળકોને પ્લાસ્ટિકના ઓછા વપરાશ અને તેના ઉપયોગી પર્યાય વિષે જાણકારી આપી હતી. કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનનું મહત્વ, પર્યાવરણીય મિત્ર, પાંચ આર (5 R) વિષે જાણકારી આપી હતી.

પ્લાસ્ટિકના રિયુઝ પર પ્રવૃત્તિમયી પ્રયોગો બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોએ ઈકોબ્રીક્સ, ઘરના ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો રિયુઝ અને વિજ્ઞાનના ચેપ્ટર્સ સમજી શકે તે મુજબ પ્લાસ્ટિક રિયુઝ આધારિત પ્રયોગો કર્યા હતા.

કાર્યક્રમના અંતે તમામ બાળકોને સર્ટિફિકેટ અને સાયન્સના સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી અને બાળકો માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં 90 જેટલા વિદ્યાર્થી મિત્રો અને 15 જેટલા એક્સપર્ટસ અને શિક્ષકગણ હાજર રહ્યા હતા.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment