જામનગર ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. કચેરી દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર

     34 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2024 અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર ટ્રાફિક શાખા, જામનગર આર.ટી.ઓ. કચેરી અને જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં એક્પર્ટસ દ્વારા રકતદાન પ્રક્રિયા, રક્તદાનનું મહત્વ, અકસ્માતોથી કેવી રીતે બચી શકાય અને ટ્રાફિકના નિયમો અંગે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા અને રકતદાન થકી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર ટ્રાફિક શાખા અને આર.ટી.ઓ. કચેરીના અધિકારીઓ, સ્ટાફ મિત્રો અને બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો હાજર રહયા હતા.

 

 

 

Related posts

Leave a Comment