હિન્દ ન્યુઝ, ભુજ
દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ભુજ તથા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર માધાપર, સુખપર, નારાણપર તથા અંજાર દ્વારા શહીદ દિન તથા ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલના જન્મદિન નિમિત્તે નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન તથા નિ:શુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાન જોરાવરસિંહ રાઠોડ, કિરીટસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત સદસ્ય મનજીભાઇ ખેતાણી, નરનારાયણ દેવ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ મનજીભાઇ ગોરસીયા, કેશરાભાઇ વેકરીયા, કાનજીભાઇ વેકરીયા, ભાવનાબેન વેકરીયા, મહેન્દ્રભાઇ સેંઘાણી, ભગવતીબેન સેંઘાણી , હરજીભાઇ વેકરીયા, નારણ વેકરીયા, અરજણભાઇ છાંગા, રણછોડભાઇ વરચંદ, સંજય વરચંદ, દિનેશભાઇ વેકરીયા, દિલીપભાઇ માતા, દિપાલીબેન વેકરીયા, સાગરભાઇ સેંઘાણી, શંકરભાઇ પટેલ, વાલજીભાઇ છાંગા, કિશોરભાઇ વરચંદ, હાર્દિક માતા, મહેન્દ્રભાઇ સેંઘાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન જન ઔષધી કેન્દ્રના ડો.દિપક સેંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.