હળવદના રહેણાંક મકાનમાં બીયરનો વેપલો કરતાં એક ઈસમ ઝડપાયો

મોરબી,

હળવદ શહેરમાં આવેલ નકલંગ સોસાયટીમાં રહેતો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બીયરનો વેપલો કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસે દરોડો પાડતા 60 બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના દેવુભા ઝાલા , યોગેશદાન ગઢવી અને બીપીનભાઈ પરમાર સહિતના પોલીસ જવાનો હળવદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં મળેલ બાતમીના આધારે હળવદ હાઈવે પર આવેલ નકલંગ સોસાયટીમાં રહેતા જયેશભાઇ ધીરજલાલ પટેલ પોતાના રહેણાંક મકાનમાં બીયરના ટીન વેચતો હોય, જેથી પોલીસે ત્યાં દરોડો પાડતાં આ શખ્સ ના ઘરે થી 60 બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઇ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment