ડેડીયાપાડા,
આજ રોજ નમૅદા જીલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના સામોટ ગૃપ ગ્રામ પંચાયત મા આવતુ શિશા ગામના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, વિજળી, મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ અંગે ની મુશ્કેલી દૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સદર ગામ સામોટ ગૃપ ગ્રામ પંચાયત મા આવતુ ગામ છે. અને અંદાજે ૩૦૦૦ જેટલી વસ્તી ધરાવતુ ગામ છે. ગામના રહીશો ના જણાવ્યા અનુસાર ૧૦૮ની જરૂરિયાત વારંવાર ઉભી થતી હોય ત્યારે બે થી ત્રણ કિલોમીટર ચાલી ને ડુંગર પર ચઢીને નેટવર્ક મળે તો ૧૦૮ ને ફોન કરી શકાય. અને હાલ ના સમયમાં કોઈપણ કામ માટે નેટવર્ક ની જરૂરિયાત હોય છે, હાલમાં બાળકોના આેન લાઇન શિક્ષણ માટે પણ ધણી જરૂરિયાત ઉભી થઇ છે, બિમાર વ્યક્તિઆે ને ઝોળી બનાવી દવાખાને પોહચાડવા પડે છે, જેથી રસ્તા, આરોગ્ય, વિજળી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નમૅદા