હિન્દ ન્યૂઝ, ભાવનગર
તાઉ’ તે વાવાઝોડાને પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં થયેલ નુકશાનના સર્વેની કામગીરી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ સિવાય જિલ્લામાં કેસ ડોલ્સ સહિતની ચૂકવણીની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા બાદ લોકોને હાલાકી ન પડે તેવા ઉમદા આશયથી આ કામગીરીને ટોચ અગ્રતા આપીને લોકો સુધી ઝડપથી સહાય- મદદ મળે તે માટે વિના વિલંબે આ કામગીરી કરવામાં આવી રહી છે.
સરકારની ત્વરિત નિર્ણાયકતાને કારણે ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જનજીવન થાળે પડે અને પૂર્વવત થઈ ધબકતું થાય તે માટે કેસ ડોલ્સ સહિતની ઝડપથી ચૂકવણી થાય તે માટે સરકાર કટિબધ્ધ છે. તેના પગલે માનવ મૃત્યુ સહિતના નુકશાનના આધાર- દસ્તાવેજો મેળવીને ત્વરિત ચૂકવણી કરી શકાય તે માટે ઘરે-ઘરે જઇને કર્મચારીઓ દ્વારા લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
બ્યુરો ચીફ (ભાવનગર ) : હકીમ ઝવેરી