હિન્દ ન્યૂઝ, ભાવનગર
હાલની મ્યુકરમાઇકોસીસ મહામારીની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં મ્યુકરમાઇકોસીસનાં દર્દીઓને Liposomal Amphotericin B ના ઇન્જેકશન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપનાર જે-તે ખાનગી હોસ્પિટલ દ્વારા જ કરવાની રહે છે. Liposomal Amphotericin B ઇન્જેકશન મેળવવા માટે ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડેન્ટ ફોર્મ Website: – www.sirthospital.com પરથી ડાઉનલોડ કરવાનું રહેશે તથા જરૂર મુજબનાં આધાર–પુરાવાઓ Email ID: – mucor.srth.bhavnagar@gmail.com ઉપર રજુ કરવાનાં રહેશે. જેની ચકાસણી અત્રેની સંસ્થા ખાતે બનાવેલ તજજ્ઞ તબીબોની સમિતિ દ્વારા કરવામાં આવશે. જે ચકાસણી બાદ સમિતિ જે તે સારવાર આપનાર ખાનગી હોસ્પિટલને Liposomal Amphotericin B ઇન્જેકશન ફાળવવાની મંજુરી આપશે. ત્યારબાદ જે-તે હોસ્પિટલને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે.
ઉપરોકત કાર્યપધ્ધતિ બાબતે કોઇને પણ જાણકારી મેળવવા માટે હેલ્પલાઇન નંબર ૦૨૭૮ – ૨૪૧૨૮૦૦ પર સરકાર તરફથી મ્યુકરમાઇકોસીસ દર્દીને Liposomal Amphotericin B ઇન્જેકશન મળવા બાબતે ઘડાયેલ નીતિનું સંપુર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમ તબીબી અધિક્ષક, સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી