હિન્દ ન્યૂઝ, લાલપુર
લાખણી તાલુકાના લાલપુર ગામે અનોખી ઉજવણી જેમાં અત્યરે માણસો પોતાના વિવિધ પ્રસંગોમાં વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે. હવે પ્રજામાં માં પણ જીવદયા ની લાગણી જોવા મળે છે. ગામ માં કોઈ પણ સારા કે ખરાબ પ્રસંગે ગૌશાળા ને અયથા શક્તિ પ્રમાણે જીવ દયા નુ કામ કરે છે. જેમાં જન્મદિવસ મરણ પ્રસંગે ધાર્મિક પ્રસંગે પણ ગાયો ને યાદ કરી ને ઉજવણી કરતા હોય છે. તેવી રીતે લાલપુર ગામે ગામ ના શાહ પ્રવીણભાઈ શાંતિલાલ તેમના જન્મદિવસ તા 22/5/2021 ના રોજ ગામ માં આવેલી રામદેવ ગૌશાળા ની અંદાજે 160 જેટલી ગાયો ને તરબૂચ ગાયો ને રૂબરૂ જઈને ખવડાવેલ ગાયો ના આશીર્વાદ મેળવેલ. આહ પ્રસંગ નિમિતે પ્રવીણભાઈ એ ગ્રામજનો ને અપીલ કરતા કહેલ કે દરેક પ્રજાને તેમના ત્યાં ઉજવાતા પ્રસંગનો માં જેવા કે મરણ પ્રસંગ જન્મદિવસ ધાર્મિક પ્રસંગ માં કોઈ કાર્ય કરતા હોય ત્યારે આપણી ગૌશાળા ને યાદ કરી ને અયથા શક્તિ પ્રમાણે દાન આપવા વિનંતી કરેલ આહ પ્રસંગે ઠાકોર અજુજુ. અને બાબુજી વરજાંગ ભાઈ પટેલ તથા બાબુભાઇ મેમણ (પત્રકાર ) લેરાજી ઠાકોર તથા ગૌસેવા ભાવિ એવા સ્વ રૂપાભાઈ ઠાકોર ને તેમના કામ ગિરી કરેલ તે નિમિતે તેમને યાદ કરી ને શ્રદ્ધાંજલિ આપી હતી.
રિપોટર : પ્રહલાદ ઠાકોર, લાખણી