હિન્દ ન્યુઝ, રાજકોટ
શહેરી વિસ્તારમાં વોટરવર્કસ પાઇપ લાઇન નેટવર્ક, સીવર લાઇન નેટવર્ક, સ્ટ્રોમ વોટર નેટવર્ક વિગેરે યુટીલીટી અન્ડર ગ્રાઉન્ડ હોય છે. આ યુટીલીટીની સાથે, પાવર સપ્લાઇ, ગેસ, ટેલીફોન નેટવર્ક વિગેરે પણ અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવી રહેલ છે. જાહેર રસ્તાઓ પર જુદી-જુદી યુટીલીટી માટે ખોદાણ કામ કરવાની જરૂરીયાત રહેતી હોય, ઘણાં વિસ્તારોમાં ઇમરજન્સી ખોદાણ કરવાનું થતું હોય, હૈયાત યુટીલીટી નેટવર્કની જાણકારી ન હોય, યુટીલીટીને નુકશાન થતું હોય છે. જેનાં નિરાકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘‘કોલ બીફોર યુ ડીગ એપ’’ કાર્યરત કરવામાં આવેલ છે. આ એપ અંગે માહિતગાર કરવા રાજકોટ શહેરમાં કાર્યરત તમામ યુટીલીટી પ્રોવાઇડરો અને રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ ઝોનનાં ટેકનીકલ સ્ટાફ માટે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી બિલ્ડીંગનાં મીટીંગ રૂમમાં તા.ર૩-૦૩-ર૦ર૩નાં રોજ એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ યુટીલીટી પ્રોવાઇડર્સ તથા તમામ કોન્ટ્રાકટરઓ દ્વારા પણ ભાગ લેવામાં આવેલ.
આ વર્કશોપમાં સરકારનાં પ્રતિનિધી દ્વારા ‘‘કોલ બીફોર યુ ડીગ એપ’’ની જાણકારી તથા કોઇપણ યુટીલીટી માટે ખોદાણ કરતા પહેલા જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવા અંગેની સવિસ્તૃત સમજ આપેલ.