જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા તથા ડો.વી.આર.ગોઢાણીયા કોલેજનાં સંયુક્ત ઉપક્રમે મેગા જોબફેર તથા એપ્રેન્ટીસશીપ જોબ ફેરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, પોરબંદર     જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા તા. ૧૬ ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોરબંદર તથા ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ સંકુલનાં સંયુક્ત ઉપક્રમે મેગા જોબફેરનું આયોજન ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ ખાતે કરાયું હતું. જેમાં નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી ઓદ્યોગિક ભરતીમેળાનું (મેગા જોબફેર) આયોજન કરવામાં આવેલ હતું. મેગા જોબફેરમાં પોરબંદર જિલ્લાના કુલ ૩૬૫૯ રોજગારવાંચ્છુક યુવાઓને કોલ લેટર મોકલવામાં આવેલ હતા. જે પૈકી ગ્રામ્ય વિસ્તારના ૧૭૮૨ ઉમેદવારોને ભરતીમેળાના સ્થળે મફત મુસાફરી માટે આવવા-જવાના એસ.ટી કુપન ફાળવવા આવેલ હતા તથા ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા…

Read More

પોરબંદરના મંડેર ગામે જીલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, પોરબંદર     પોરબંદર તાલુકાના મંડેર ગામે પશુપાલન શાખા, જીલ્લા પંચાયત, પોરબંદર તેમજ તાલુકા પશુ દવાખાના-પોરબંદરના સંયુક્ત ઉપક્રમે તથા નાયબ પશુપાલન નિયામક ડો.આઇ.એસ.ગેહલોતના સુચારૂં માર્ગદર્શન હેઠળ જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર દ્વારા પ્રાસંગીક પ્રવચન આપીને પશુપાલકોને પ્રોત્સાહીત કર્યા હતા તથા આ પશુપાલન શિબિરના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા કક્ષાની આ પશુપાલન શિબિરમાં તજજ્ઞો, ડોક્ટરો, વૈજ્ઞાનિકો તેમજ પશુપાલન શાખાની ટીમ દ્વારા પશુપાલકોને વિવિધ પાસાઓ જેવા કે પશુ-પોષણ, પશુ-સંવર્ધન તથા પશુ-સારસંભાળ પર વિસ્તૃત સમજ આપવામાં આવી…

Read More

ગીર સોમનાથ જિલ્‍લામાં બહારના મજુરો રાખનાર માલિકોએ નિયત પત્રકમાં માહિતી ભરી સબંધિત પોલીસ મથકમાં આપવા આદેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયા કિનારો ધરાવે છે અને જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ આવેલ છે તેમજ પ્રવાસ-પર્યટનના તથા ધાર્મિક ઘણા સ્થળો આવેલા છે, જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. હાઇવે ઓથોરીટી તથા માર્ગ મકાન વિભાગ દ્વારા રોડના તથા અન્‍ય બાંધકામના કામોમાં અન્‍ય રાજયોમાંથી મજુરો લાવવામાં આવે છે. જે મજુરો, મજૂર ઠેકેદારો તથા સપ્‍લાયર્સ/કોન્ટ્રાકટરો દ્વારા લાવવામાં આવે છે. જિલ્‍લામાં મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓમાં મોટા ભાગના કિસ્‍સાઓમાં પરપ્રાંતિય મજુરો ગુન્‍હા આચરી પરત પોતાના વતનમાં જતા રહેતા હોય, આવા ગુન્‍હા વણ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં જૂના-નવા મોબાઈલ લે-વેંચ કરતા વેપારીઓએ ફરજિયાત નિભાવવાનું રહેશે રજીસ્ટર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    રાજયમાં અને ગીર સોમનાથ જિલ્લામાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલ અથવા ગયેલ મોબાઈલ ફોનના IMEI નંબરનુ ટ્રેકીંગ કરીને ગુન્હાના મૂળ સુધી પહોચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ ફોન વપરાશ કરનાર સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે કે તેમણે કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. જિલ્લામાં બનતા ગુન્હાઓમાં વપરાતા મોબાઈલ તેમજ મોબાઈલ ચોરીના ગુન્હાઓમાં જુના મોબાઈલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓ તરફથી આવા મોબાઈલ ખરીદતા/વેચતા વ્યકિતની માહિતી મળી…

Read More

તાલાલા ખાતે સનશાઈન સ્કૂલમાં યોજાશે ‘માતૃભાષા મહોત્સવ’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   ’સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી’ કવિ શ્રી ઉમાશંકર જોશીના આ શબ્દો સાથે જ નવી પેઢી ગુજરાતી ભાષા પરત્વે ગર્વ અનુભવી શકે અને ગુજરાતી સાહિત્ય વિશ્વની ઉર્જા માણી શકે તેવા શુભહેતુસર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે સનશાઈન સ્કૂલ બિલ્ડિંગ, રમળેચી રોડ, તાલાલા ખાતે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ‘માતૃભાષા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન કોલેજ વાણિજ્ય કોલેજ–તાલાલાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલ કાર્યક્રમમાં માતૃભાષા મહોત્સવમાં ગુજરાતી સાહિત્ય અને માતૃભાષાના પ્રસાર માટે સમર્પિત ગુજરાત સાહિત્ય…

Read More

વેરાવળ ચોપાટી ખાતે યોજાશે ‘પર્યટન પર્વ’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી ખાતે તા. ૨૦-૦૨-૨૦૨૪ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે સંગીતમઢી સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.  ‘પર્યટન પર્વ’ના નામે આયોજીત આ સંગીતસભર કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત ગાયક અને ઘેઘૂર અવાજના માલિક એવા ઓસમાણભાઈ મીર અરબી સમુદ્રના મોજાઓના આંદોલન સાથે લય મિલાવતા સોમનાથના પ્રજાજનોને તેમની ગાયીકી અને લોકસંગીતના સથવારે ડોલાવશે. ઓસમાણ મીર સાથે તેમના પુત્ર આમીર મીર પણ સંગત જમાવશે. વેરાવળ ચોપાટી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…

Read More

પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સંકલન અને આયોજન સમિતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લા પ્રભારી સચિવ જેનુ દેવનની અધ્યક્ષતામાં આજે ઈણાજ ખાતે આવેલી કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને જિલ્લા આયોજન કચેરી હસ્તકના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારીએ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી પૂર્ણ થયેલા કામો અને બાકી કામોની વિગતવાર સમીક્ષા હાથ ધરી સંબંધિત વિભાગના અધિકારીઓને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રભારી સચિવશ્રીએ આ અંગે જણાવ્યું કે, જનવિકાસના કાર્યોનો હકારાત્મક ઉકેલ આવે તે માટે જિલ્લાના અધિકારીઓએ લોકપ્રતિનિધિઓ સાથે સંવાદાત્મક અભિગમ દાખવીને તેનો સત્વરે ઉકેલ આવે…

Read More

વીરનગર ગામના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ       રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ગામના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા જસદણ મામલતદાર કચેરી તથા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ. જેમાં ગત તારીખ – ૧૪/૦૨/૨૦૨૪ – બુધવારના રોજ તળાજા ગામે યોજાયેલ સમૂહ લગ્નના કાર્યક્રમમાં ઉપસ્થિત આહિર સમાજના અગ્રણી ગીગાભાઈ જીવાભાઇ ભમ્મર દ્વારા સ્ટેજ પરથી ચારણ- ગઢવી સમાજ વિશે તેમજ સોનબાઈમાં વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો બોલેલ જેનો વિડીયો વાયરલ થયેલ છે, જેના લીધે સમાજની લાગણી દુભાયેલ છે, જેમાં વીરનગર ગામના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ચારણ- ગઢવી તથા ક્ષત્રિય સમાજની ગીગાભાઈ જીવાભાઈ…

Read More